Amreli

અમરેલીના બાબરામાં કરૂણાંતિકા: મોટાદેવળીયામાં ચેકડેમમાં નહાવા પડેલા 4 લોકો ડૂબ્યા, બે સગા ભાઈઓ પણ સામેલ

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
અમરેલીના બાબરા તાલુકાના મોટાદેવળીયા ગામે આજે 4 યુવાનો ચેકડેમના ઊંડા પાણીમાં ડૂબી જતાં કરુણ ઘટના બની છે. મૃતકોમાં કનુભાઈ દેવજીભાઈ શિંગાળા, સચિનભાઈ કાળુભાઈ શીંગાળા, તેમજ રાજકોટના નવાગઢના મામાના ઘરે આવેલા સગા ભાઈઓ બલીભાઇ પ્રવીણભાઈ જેઠવા અને કેવિન પ્રવીણભાઈ જેઠવાનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના બાબરામાં કરૂણાંતિકા: મોટાદેવળીયામાં ચેકડેમમાં નહાવા પડેલા 4 લોકો ડૂબ્યા, બે સગા ભાઈઓ પણ સામેલ

Amreli News: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટાદેવળીયા ગામે આજે(25 સપ્ટેમ્બર) એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ચેકડેમમાં નાહવા પડેલા એક સગીર સહિત 4 યુવાનો ઊંડા પાણીમાં ડૂબી જતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતકોના નામ

  • કનુભાઈ દેવજીભાઈ શિંગાળા (ઉં.વ.40, રહે. મોટાદેવળીયા))
  • સચિનભાઈ કાળુભાઈ શીંગાળા (ઉં.વ.27, રહે. મોટાદેવળીયા)
  • બલીભાઇ પ્રવીણભાઈ જેઠવા(ઉં.વ.19, નવાગઢ જેતપર)
  • કેવિન પ્રવીણભાઈ જેઠવા(ઉં.વ.17, નવાગઢ જેતપર)

મામાના ઘરે આવેલા બે સગા ભાઈઓ પણ ડૂબ્યા

આ કરુણ ઘટનામાં ડૂબનારા ભલા પ્રવીણભાઈ જેઠવા અને સગીર કેવિન પ્રવીણભાઈ જેઠવા બંને સગા ભાઈઓ છે. તેઓ મૂળ રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા નવાગઢના વતની છે અને મોટાદેવળીયા મુકામે પોતાના મામાના ઘરે આવ્યા હતા. બે સગા ભાઈઓ સહિત ગામના બે યુવાનો પણ ચેકડેમમાં ડૂબી જતાં બંને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.