Amreli

અમરેલી: ખાંભાના ડેડાણ-રાણીંગપરા ડુંગર પર દેખાઈ સિંહ બેલડી, અદભુત્ નજારો કેમેરામાં કેદ

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં સાવજ પ્રેમીઓ માટે અદભુત દ્રશ્યો સામે આવ્યા છે. ડેડાણ અને રાણીંગપરા ગામ વચ્ચેના ડુંગરાળ વિસ્તારમાં 2 સિંહોની જોડી મુક્તપણે વિચરતી જોવા મળી હતી. ઊંચા ડુંગર પર એશિયાટિક સિંહોનો આ નજારો રસ્તા પરથી પસાર થતા વાહનચાલકે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન્યજીવ પ્રેમીઓ મંત્રમુગ્ધ બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: ખાંભાના ડેડાણ-રાણીંગપરા ડુંગર પર દેખાઈ સિંહ બેલડી, અદભુત્ નજારો કેમેરામાં કેદ

Amreli Lion: અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાંથી સાવજ પ્રેમીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે આંખોને ઠારે તેવા અદભુત દ્રશ્યો સામે આવ્યા છે. ખાંભા નજીક આવેલા ડેડાણ અને રાણીંગપરા ગામ વચ્ચેના ડુંગરાળ વિસ્તારમાં ડાલામથ્થા સિંહ બેલડી મુક્તપણે વિચરતી જોવા મળી હતી. ઊંચા ડુંગર પર એશિયાટીક સિંહ બેલડીનો આ અદભુત્ નજારો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકે કેમેરામાં લીધા દ્રશ્યો

મળતી વિગતો અનુસાર, ડેડાણ અને રાણીંગપરા વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકની નજર અચાનક નજીકના ડુંગર પર પડી હતી. ડુંગરની ધાર પર બે સિંહોની જોડી (સિંહ બેલડી) રાજશાહી અંદાજમાં બેઠેલી અને વિચરતી નજરે પડી હતી. વાહનચાલકે પોતાનો મોબાઈલ કેમેરો ચાલુ કરી સિંહ બેલડીના આ દ્રશ્યો કેદ કરી લીધા હતા.

ડુંગરની ઊંચાઈ પર સિંહોનો આટલો નજીકથી અને અદભુત નજારો બહુ ઓછો જોવા મળતો હોય છે. વાહનચાલકે મોબાઈલમાં શૂટ કરેલો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરતાં જ ઝડપથી વાઈરલ થયો હતો. વન્યજીવ પ્રેમીઓ આ રોયલ લુક અને કુદરતી સૌંદર્યના દ્રશ્યો જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.