For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માનસિક રોગથી મુક્તિ અપાવવા વિધિને નામે 24.80લાખ પડાવ્યા

- બગસરાના પીઠડિયા ગામના ખેડૂત સાથે છેતરપિંડી

- વિધિ દરમ્યાન છોકરાને લોહી નીકળતું હોવાનું તરકટ રચીને ખેડૂતને બ્લેક મેઈલ પણ કર્યા

Updated: Sep 14th, 2020

Article Content Image

અમરેલી, તા. 14 સપ્ટેમ્બર, 2020, સોમવાર

બગસરાનાં પીઠડીયા ગામનાં એક ખેડૂતની પત્નીને માનસિક બિમારીમાંથી મુક્તિ અપાવી ઘરમાં સુખશાંતિ સ્થાપી દેવાની વાતો કરી અલગ અલગ વિધિનાં નામે બે સાધુ સહિત પાંચ શખ્સો એ છેલ્લા નવ માસમાં રૂ ૨૪.૮૦ લાખ પડાવી લીધની ઘટના સામે આવતાં ભારે ચર્ચા જાગી છે

પીઠડીયા ગામનાં જયંતિભાઈ વશરામભાઈ પીપળીયા (ઉ.વ.૪૮) નામનાં ખેડૂતનાં પત્નીને છેલ્લા સાત આઠ વર્ષથી માનસિક બિમારી છે. જેની દવા ભાવનગરનાં એક ખાનગી દવાખાનાંમાં ચાલું છે. માનસિક બિમારીનાં કારણે ખેડુતનાં પાંચ સભ્યોનો પરીવાર ખૂબજ ચિંતામાં રહેતો હતો. આવી બિમારીની મુશ્કેલીમાં નવેક માસ પહેલાં કેસરી કપડા પહેલરેલા સાધુવેશમાં ત્રણ શખ્સોએ ખેડુતના ઘરે આવી કહેલું કે અમો કચ્છથી આવીએ છીએ અને લીલી પરીક્રમામાં જૂનાગઢ જઈએ છીએ? ખેડુતે ત્રણેયને સાધુ માની પોતાના ઘરે ચાપાણી પાવા બેસાડયા હતાં. ત્યારે એક સાધુએ ખેડુતની પત્નિના માથા ઉપર હાથ રાખી કહેલ કે બેટા તારા ઘરમાં મોટું સંકટ છે. તમે ખૂબ બિમાર રહો છો સાધુ ખેડુતની ઘરની પરિસ્થિતિ જાણતો હોય તે રીતે વાતો કરવા લાગ્યો હતો. સાધુની વાતમાં ખેડુત ભોળવાઈ ગયો હતો. સાધુએ ઘરમાં આવેલા સંકટ દૂર કરવા વિધિ કરવી પડશે તેમ કહી વિધના નામે પ્રથમ રૂ બે હજાર લઈ ખેડુતનો મોબાઈલ નંબર લઈ ત્રણેય સાધુ જતાં રહ્યા હતાં.

બાદમાં પંદર દિવસ પછી ખેડુતને મોબાઈલ પુર કોલ આવેલ કે હું ગુરૂદેવ બોલું છે. તમારી ઘરે જે વઘાસીયા બાપુ આવ્યા હતાં. તેમણે જણાવેલ કે, તમારા ઘરમાં સંકટ છે. સંકટ દૂર કરવા સવાકિલો ચોખા અને સવા કિલો પેંડા લઈ ચોટીલા નજીક થાન વિધિ કરવા જવું પડશે. ખેડુતને જણાવ્યા મુજ એક દિવસએ થાનથી બે કિલોમીટર દૂર અવાવરૂ જગ્યા ઉપર વિધિ કરવા ગયેલા હતાં. વિધિ કરવાનાં સ્થળે બે સાધુ અને એક છોકરો હતા. વિધિનાં સ્થળે અગ્નિ પેટાવી તેમાં ચોખા નાખી સાધુ મંત્ર બોલવા લાગ્યો હતો. આ સમયે સાધુ સાથે રહેલો છોકરો નીચે પડી તરફડવા લાગ્યો હતો અને તેના મોઢામાંથી લોહી નિકલવા લાગેલ હતું. જેથી સાધુએ કહેલ કે વિધિ અવળી પડી છે. હવે પછી વિધિ કરવી પડશે અત્યારે નહીં થાય. તેમ કહી સૌ જતા રહ્યા હતાં.  બાદમાં ગુરૂદેવ ખેડુતને ફોન કરીને કહ્યું તમારી વિધિ કરવામાં છોકરાને તકલીફ થઈ છે. તાત્કાલીક રૂ ૩ લાખ લઈને દ્વારકા આવો. કેડુત ગામનાં સરપંચને સાથે લઈ દ્વારકા રૂ ૩ લાખ દઈ આવ્યા હતાં. સાધુ વિધના નામે અને છોકરો મરી જશે તો તમે મુશ્કેલીમાં સપડાઈ જશોના બહાને ખેડુત પાસેથી અવાર નવાર મોટી રકમ પડાવતો હતો. આખરે ખેડુતે વેચેલી પોતાની જમીનની આવેલ રકમ રૂ ૧૫ લાખ મેલી હોવાથી મુશ્કેલી ઉભી થઈ છે અને આ મેલી રકમ સિધ્ધ કરવી પડશે તેમ કહી ખેડુત પાસેથી રૂ ૧૫ લાખ પણ પડાવી લીધા હતાં. બાદમાં વઘાસીયા બાપુ નામનાં ગુરૂદેવ અને તેમનાં ચેલા સહિત બંનેનાં મોબાઈલ સ્વિચ ઓફ આવવા લાગ્યા હતાં. જેથી ખેડુત પોતે છેતરાયો હોવાનું માલુ પડતાં બગસરા પોલીસમાં ગુરૂ ચેલા તેમજ અજાણ્યા ત્રણ શખ્સો સહિત પાંચ સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.

Gujarat