વિદેશી રોકાણકારો બજાર ઘટવાની રાહ જોઈ રહ્યા છે, સ્થાનિકો અઢળક ધન કમાઈ રહ્યા છે
- અલ્પવિરામ
- વિશ્વ સમુદાયમાં એક ચોક્કસ ઊંચાઈ હાંસલ કર્યા પછી તમે એમ ન કહી શકો કે અમારે ત્યાં જેમ હોય તેમ, એમાં તમારે શું? બીજા દેશો, એની પ્રજા અને એના રોકાણકારોને ભારત સાથે હવે ઘણી લેવાદેવા છે
આંતરરાષ્ટ્રીય તખ્તા પર ભારતના ક્રમિક વધતા દબદબાને કારણે હવે ભારતમાં શું થાય છે એના પર અનેક દેશો અને એની પ્રજાની નજર છે. એટલે કે વિશ્વ સમુદાયમાં એક ચોક્કસ ઊંચાઈ હાંસલ કર્યા પછી તમે એમ ન કહી શકો કે અમારે ત્યાં જેમ હોય તેમ, એમાં તમારે શું? બીજા દેશો, એની પ્રજા અને એના રોકાણકારોને ભારત સાથે ઘણી લેવાદેવા છે. વિદેશી રોકાણકારોના મનમાં કેટલાક પ્રશ્નો વારંવાર ઉઠી રહ્યા છે કે ભાજપ તેના અપેક્ષિત કરતાં નબળા દેખાવ માટે કયાં કારણોને જવાબદાર ગણશે. શું આ મુદ્દા પર વિચારણાથી સરકારની નીતિની દિશા બદલાશે? શું નવી સરકાર જાહેર રોકાણ ઘટાડીને આવક ખર્ચ તરફ આગળ વધવાનું શરૂ કરશે? શું સરકાર રાજકોષીય ખાધ ઘટાડવાના તેના સંકલ્પ સાથે સમાધાન કરશે? શું મોટા વેપારી જૂથોને બદનામ કરવામાં આવશે? શું સરકાર સાનુકૂળ નીતિઓ ઘડીને મોટા વૈશ્વિક રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરી શકશે?
સરકારની નીતિઓમાં સાતત્ય કે વિચલન રહેશે કે કેમ તે અંગે તમામની નજર આગામી બજેટ પર છે. મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં લોકપ્રિય નીતિઓને બદલે જાહેર રોકાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. શું આ વલણ ચાલુ રહેશે? શું સરકાર લોકશાહી નીતિઓથી દૂર રહેશે? સરકારના મુખ્ય મંત્રાલયોમાં કોઈ ફેરબદલ કરવામાં આવ્યો નથી, જે નીતિઓમાં સાતત્ય દર્શાવે છે. હા, એ વાત સાચી છે કે રોજગાર નિર્માણ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે તે મતદારોની મુખ્ય ચિંતા હતી. નવી સરકાર શિક્ષણ અને કૌશલ વિકાસ માટે વધુ પ્રયત્નો કરશે તેવી પણ અપેક્ષા છે.
ગઠબંધન સરકારમાં, સાથી પક્ષોના મંતવ્યો અવગણવામાં આવતા નથી અને દેશની વિવિધતા પણ ચોક્કસ રીતે પ્રતિબિંબિત થાય છે. જોકે જમીન અને શ્રમ સુધારણામાં વિલંબ થઈ શકે છે, પરંતુ ચૂંટણી પરિણામો સ્પષ્ટ કરે છે કે ભારત તુર્કી અથવા હંગેરી બનવાના જોખમથી ઘણું દૂર છે. આ ચૂંટણી પરિણામો આર્થિક વૃદ્ધિ અને તેના (વૃદ્ધિના) માર્ગમાં સાતત્ય સંબંધી આગાહીઓને વધુ મજબૂત બનાવી શકે છે. મોટાભાગના વિદેશી રોકાણકારોને લાગ્યું કે ગઠબંધન ભાગીદારો પોતાનાં રાજ્યો માટે સંસાધનો કરતાં વધુ માંગશે નહીં અને આશા છે કે આ ચૂંટણી પરિણામો પછી આથક મુદ્દાઓ અને નીતિઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે.
સત્ય એ છે કે છેલ્લા ૨.૫ વર્ષમાં ભારતમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું ચોખ્ખું રોકાણ શૂન્ય રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો મોટા ભાગના ઝડપી ઉભરતાં બજારોના રોકાણકારોમાં ભારત પ્રત્યેનો ઉત્સાહ હવે પહેલા જેવો પ્રબળ રહ્યો નથી. ભારતમાં વહેલા આવેલા રોકાણકારો તેમના પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરીને નફો કમાઈ રહ્યા છે. નવા રોકાણ માટે આપણે વૈશ્વિક ભંડોળ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જ્યાં સુધી બજાર થોડો શ્વાસ લે અને તેની સ્થિતિ મજબૂત ન કરે ત્યાં સુધી વિદેશમાંથી મોટા રોકાણની અપેક્ષા રાખી શકાય નહીં. રોકાણકારો લાંબા ગાળા માટે ભારત પર દાવ લગાવવા માંગે છે, પરંતુ તેને એવી કોઈ ઉતાવળ પણ નથી
વિદેશી મૂડી ભારતીય બજારમાં વાજબી ઘટાડાની રાહ જોઈ રહી છે, પરંતુ સ્થાનિક રોકાણકારોનો ભારે ઉત્સાહ આવું થવા દેતો નથી. વિવિધ પ્રકારની તમામ સંપત્તિઓના સંદર્ભમાં વાત કરીએ તો, વેન્ચર કેપિટલ (ફભ) અને કેટલાક ખાનગી ઇક્વિટી ફંડ્સ (ઁઈ) સાથે હતાશાની ભાવના સમજી શકાય તેવી હતી. ભારતનું આઈપીઓ માર્કેટ ઘણું વિશાળ છે અને કોઈપણ કંપની વ્યાજબી ભાવે લિસ્ટ થઈ શકે છે.
ડીપીઆઈ (રોકાણ દીઠ વિતરણ) રેશિયો ભારતીય સાહસ મૂડી માટે અત્યંત નીચો છે. તે વેન્ચર કેપિટલિસ્ટ પડકારોનો સામનો કરી રહ્યા હતા અને તેથી તેઓ ભારતમાં તેમના વેન્ચર કેપિટલ પાર્ટનર્સ પાસેથી વધુ સમર્થનની આશા રાખતા હતા. વિદેશી રોકાણકારો સમજી શક્યા ન હતા કે શા માટે વધુ વેન્ચર કેપિટલ સમર્થિત કંપનીઓ લિસ્ટેડ નથી થઈ રહી. ખરેખર એનું કારણ એ છે કે જાહેર બજારના રોકાણકારોએ ૨૦૨૧ અને ૨૦૨૨માં (એક કે બે કંપનીઓ સિવાય) લિસ્ટેડ થયેલી વેન્ચર કેપિટલ સમર્થિત કંપનીઓમાંથી બહુ નફો કર્યો નથી. મોટાભાગના વેન્ચર કેપિટલ એકમો પર લિસ્ટિંગને વેગ આપવા માટે દબાણ વધી રહ્યું છે.
આનું સ્વાગત કરવું જોઈએ, કારણ કે તેમાંથી મોટા ભાગની ઉચ્ચ ગુણવત્તાવાળી કંપનીઓ બજારમાં પ્રવેશી રહી છે. આ કારણે આઈપીઓ લોન્ચ કરવા માટે કતારમાં ઉભી રહેલી કંપનીઓની સંખ્યા વધતી જશે. આ આઈપીઓ દ્વારા મૂડી એકત્ર કરવાથી ભારતીય બજારનો વ્યાપ વધુ વિસ્તરશે અને તે વધુ પરિપક્વ બનશે. ચીન અંગેના વિચારોમાં લગભગ કોઈ ફેરફાર થયો નથી. જો ચીનનું બજાર વધશે તો આ તકનો લાભ લેવામાં આવશે. ચીનમાં પહેલાથી જ જાહેર ઇક્વિટી રોકાણમાં ઘટાડો કર્યા પછી, અગ્રણી રોકાણકારો ધીમે ધીમે ખાનગી કંપનીઓમાં પણ રોકાણ ઘટાડી રહ્યા હતા. મોટા ભાગના ચાઇનીઝ ફંડ્સ નવી મૂડી માટે મધ્ય - પૂર્વ અને એશિયન સોવરિન ફંડ્સ તરફ વળ્યા છે. અમેરિકામાંથી નવાં નાણાં એકત્ર કરવા એમને માટે હવે લગભગ અશક્ય બન્યું છે.
ઘણા વૈશ્વિક ફંડોના દાવ યોગ્ય ન હતા. આવા ઘણા પ્રસંગો હતા જ્યારે તેમનો ભારતમાં રોકાણ કરવાનો નિર્ણય સારો હતું, પરંતુ તેઓએ ખોટા શેરોમાં રોકાણ કર્યું હતું. તેણે ખાનગી બેંકો, ઈન્ડિયન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) કંપનીઓ અને ગ્રાહકલક્ષી કંપનીઓમાં ભારે રોકાણ કર્યું હતું. આમાંથી ઘણા શેરોમાં છેલ્લા ચાર વર્ષમાં ભાગ્યે જ કોઈ પ્રગતિ જોવા મળી છે. શું વિદેશી રોકાણકારોએ હવે તેમની બેટ્સને સમાયોજિત કરવી જોઈએ? શું પ્રાઈવેટ બેંકો ફરી એકવાર ગતિ બતાવવાનું શરૂ કરશે? મોટાભાગના વૈશ્વિક રોકાણકારો સ્થાનિક સૂચકાંકો સાથે ગતિ જાળવી રાખવામાં સક્ષમ નથી. શ્રેષ્ઠ લાંબા ગાળાના ફંડ્સને વર્તમાન બજાર અને તેની અંદરના વિવિધ ક્ષેત્રોના પ્રદર્શન સાથે તાલમેલ જાળવવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા દાયકામાં જે શેરોએ સારું પ્રદર્શન કર્યું હતું તે હવે પડકારોનો સામનો કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી સ્થાનિક રોકાણકારોનો સવાલ છે ત્યાં સુધી તેમનો ઉત્સાહ યથાવત છે.
સારાંશ એ છે કે ચૂંટણી પરિણામોએ ભારત વિશે કોઈની વિચારસરણી બદલી નથી. લાંબા ગાળાના રોકાણ માટે આ એક મોટી શરત છે, હા મૂલ્યાંકન ચોક્કસપણે ખૂબ ખર્ચાળ છે. વૈશ્વિક રોકાણકારો હાલમાં ભારતીય બજારમાં પ્રવેશવા માટે તૈયાર નથી અને તેઓ ઘટાડા અથવા ઓછામાં ઓછા બજાર રિકવરીના સમયગાળાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ત્રીસ વર્ષો દરમિયાન, અમેરિકા અને ભારત એ બે સૌથી મોટાં બજાર છે. તેના પ્રદર્શનનું સ્તર અને તેની સાતત્યતા પ્રભાવશાળી રહી છે. હાલમાં આ બંને બજારો સૌથી મોંઘાં છે. શું કોઈ સરેરાશ રિવર્ઝન ગેમ રમશે અને આ બે બજારોની બહાર રોકાણ કરશે અથવા સતત આઉટ પરફોર્મન્સ પર દાવ લગાવશે? આ પ્રશ્ન ઘણા કુશળ રોકાણકારોના મનમાં ચાલી રહ્યો છે.