વાવેતર 31% વધ્યું છતાં તુવેરદાળ 50% મોંઘી કેમ? સામાન્ય જનતાને લૂંટતી નફાખોર લોબીનો પર્દાફાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Toor Dal Price Hike: જીવનજરૂરી ખાદ્યપદાર્થોમાં ભાવ વધારો ડામવામાં સરકારની સુસ્તી વચ્ચે મોંઘવારી ઊંચા કૂદકા લગાવી રહી છે અને સામાન્ય લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. અનેકવિધ ખાદ્યચીજો બાદ હવે તુવેરના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીંકી દેવાયો છે. તાજેતરમાં જ પ્રતિ કિલો તુવેરદાળના ભાવમાં 30 રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા તુવેરદાળનું પેકેટ હવે 180-160 રૂપિયાએ પહોંચ્યું છે. જેના ભાવ અગાઉ 130 રૂપિયા હતા. આશરે એક વર્ષ કરતા ઓછા સમયમાં તુવેરદાળના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે.
જનતાને લૂંટતી નફાખોર લોબીનો પર્દાફાશ!
ગુજરાતમાં તુવેરનું વાવેતર નોર્મલ 2.56 લાખ હેક્ટરમાં થાય છે તે સામે ગત વર્ષે 3.10 લાખ હેક્ટર અને ચાલુ વર્ષે 11મી ઓક્ટોબર સુધીમાં 3.37 લાખ હેક્ટરમાં થયું છે, અર્થાત્ વાવેતરમાં 31 ટકાનો મોટો વધારો થયો છે. ગત વર્ષે રાજ્યમાં વિક્રમી 1.40 ટન ઉત્પાદન ઉપરાંત બાદ ચાલુ વર્ષે પણ 3.71 લાખ ટન ઉત્પાદનનો પ્રાથમિક અંદાજ છે. સમગ્ર દેશમાં તુવેરનું ઉત્પાદન વર્ષ 2024-25માં 36.24 લાખ ટન અને ગત વર્ષ 2025-26માં 35.92 લાખ ટન એટલે કે સતત બે વર્ષ અગાઉના વષી કરતા વધુ, વાર્ષિક 39 લાખ ટનનું ઉત્પાદન જળવાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે તુવેર સહિત કઠોળ મેથી-કોથમીર જેવા નથી કે જે પાક્યા પછી જે તે સમયે જ વેચવા પડે, આમ છતાં યાર્ડમાં ગત વર્ષ 2025ની નવરાત્રિથી દિવાળી વચ્ચેના સમયે તુવેરદાળ જથ્થાબંધમાં પ્રતિ 20 કિલો 900થી 1300 રૂપિયાના ભાવે વેચાતી હતી. બે મહિના પહેલા મહત્તમ ભાવ વધીને 1500 રૂપિયા આસપાસ થયો, ગત સપ્ટેમ્બર-2026ના અંતમાં પણ 1200-1725 રૂપિયાનો ભાવ થયો અને આજે 2000 રૂપિયાને પાર થઈને 1480-2022 રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચી ગયા છે.
ખાદ્યચીજોનું ઉત્પાદન એકંદરે જળવાવા છતાં ભાવમાં તોતિંગ વધારો સરકારની ભાવ નિયંત્રણમાં નિષ્ફળતાને ઉજાગર કરે છે. ભાવ સતત વધતા જતા હોય નફાનો ગાળો વધારવા ચીજવસ્તુનો સંગ્રહ કરાતો હોવાની પણ શંકા છે. પરંતુ, સરકારી તંત્ર તો સેવા અને વિકાસના સપના દેખાડતા કાર્યક્રમોમાં જ ગળાડૂબ છે.
સિંગતેલમાં વધુ 20 રૂપિયા વધ્યા
વરસાદનો અભાવ નહીં પણ અપુરતા વરસાદથી સર્જાયેલા અછતના માનસને સરકારની મુક સંમતિ માનીને પ્રોફિટનો ગાળો વધારવાના અવસરમાં પરિભ્રત કરાતો હોય તે રીતે અનેકવિધ ખાદ્યચીજો સાથે સિંગતેલના ભાવમાં તેજીનું કૃત્રિમ તોફાન શરૂ થયું છે. આજે સૌરાષ્ટ્ર સિંગતેલ ડબ્બે વધુ 20 રૂપિયાના વધારો સાથે ગત ત્રણ દિવસમાં જ 75 રૂપિયાનો એટલે કે કિલોએ 35 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે.
રાજકોટ, સોમવાર: રાજકોટ સિંગતેલ 2935-2985 રૂપિયાની આ વર્ષની સૌથી વધુ ઊંચાઈ પર પહોંચાડી દેવાયા છે. આજ તેલ હજુ ગત ગુરૂવારે 2860-2810 રૂપિયાના ભાવે વેચાતા હતા. સિંગતેલ ઉપરાંત જેના ભાવનિયંત્રણના કથિત પગલા તરીકે કસ્ટમડ્યુટીમાં મોટો ઘટાડો કરાયો, આયાત નિયંત્રણો ઓછા કરાયા તેવા સૂર્યમુખી તેલના ભાવમાં ઉલ્ટા વધારાનો સિલસિલો શરુ થયો છે. ગુરુવારે 2505-2535ના ભાવે વેચાતું સૂર્યમુખી તેલ આજે વધુ 20 રૂપિયાના વધાારા સાથે 2565-2595 રૂપિયાએ પહોંચ્યું છે.




