Ahmedabad

છઠપૂજાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેનો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે વધુ એક અનારક્ષિત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

By GS Team
12 Nov 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેએ છઠપૂજા નિમિત્તે મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા અમદાવાદ અને રાજગીર વચ્ચે અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન (બે ફેરા) ચલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09447 અમદાવાદથી 12 નવેમ્બરે 23.55 વાગ્યે ઉપડીને 14 નવેમ્બરે રાજગીર પહોંચશે. વળતી દિશામાં ટ્રેન નંબર 09448 રાજગીરથી 14 નવેમ્બરે 14.45 વાગ્યે ઉપડીને 15 નવેમ્બરે અમદાવાદ પરત ફરશે. આ ટ્રેન સંપૂર્ણપણે અનારક્ષિત હોવાથી મુસાફરો સામાન્ય ટિકિટથી મુસાફરી કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

છઠપૂજાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેનો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે વધુ એક અનારક્ષિત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Ahmedabad To Rajgir Unreserved Special Train: છઠપૂજાના તહેવાર દરમિયાન બિહાર તરફ જતા મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને રાજગીર સ્ટેશનો વચ્ચે વધુ એક અનારક્ષિત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (બે ફેરા) વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણપણે અનારક્ષિત હોવાથી રિઝર્વેશન ન મેળવી શકનારા મુસાફરોને મોટી રાહત મળશે.

ટ્રેનનું સમયપત્રક અને વિગતો

  • અમદાવાદ-રાજગીર સ્પેશિયલ (ટ્રેન નંબર 09447): આ ટ્રેન 12 નવેમ્બર 2026 (ગુરુવાર) ના રોજ અમદાવાદથી રાત્રે 23.55 વાગ્યે (11.55 વાગ્યે) પ્રસ્થાન કરશે અને શનિવારે સવારે 11.45 વાગ્યે રાજગીર પહોંચશે.
  • રાજગીર-અમદાવાદ સ્પેશિયલ (ટ્રેન નંબર 09448): વળતી દિશામાં આ ટ્રેન 14 નવેમ્બર 2026 (શનિવાર) ના રોજ રાજગીરથી બપોરે 14.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 23.25 વાગ્યે અમદાવાદ પરત ફરશે.

આ સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ

આ સ્પેશિયલ ટ્રેન બંને દિશાઓમાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડૌન સિટી, બયાના, ઈદગાહ આગરા, ટુંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ, પં. દીનદયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા સ્ટેશનો પર રોકાશે.

મુસાફરો માટે મહત્ત્વની બાબત

રેલવે તંત્રની યાદી મુજબ, આ સ્પેશિયલ ટ્રેનના તમામ કોચ સંપૂર્ણપણે અનારક્ષિત (જનરલ) રહેશે, જેથી મુસાફરો સ્ટેશન પરથી સામાન્ય ટિકિટ લઈને મુસાફરી કરી શકશે.