Ahmedabad

અમદાવાદ જિલ્લામાં મતદારોની સંખ્યાનો આંકડો 50 લાખને પાર, શહેરમાં પુરુષો કરતા મહિલા મતદાર વધુ

By GS Team
29 Nov 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ચૂંટણી પંચે મુસદ્દા મતદાર યાદી જાહેર કરી છે. અમદાવાદ જિલ્લામાં કુલ 50 લાખથી વધુ મતદારો નોંધાયા છે, જેમાં 2.19% નો વધારો થયો છે. 1.07 લાખ નવા મતદારો ઉમેરાયા છે, જેમાં મહિલા મતદારો પુરુષો કરતાં આગળ છે. 26 ડિસેમ્બર સુધી નામ ઉમેરવા, કમી કરવા કે સુધારા માટે અરજી કરી શકાશે અને 18 જાન્યુઆરી, 2027ના રોજ આખરી યાદી જાહેર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ જિલ્લામાં મતદારોની સંખ્યાનો આંકડો 50 લાખને પાર, શહેરમાં પુરુષો કરતા મહિલા મતદાર વધુ

Election Commission Voter List Update: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ચૂંટણી પંચે મુસદ્દા મતદાર યાદી જાહેર કરી છે. અમદાવાદ જિલ્લામાં કુલ 5,433 મતદાન મથકો નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા 50 લાખની સપાટી વટાવી ગઈ છે. મતદારોની સંખ્યામાં 2.19 ટકાનો વધારો નોંધાયો છે. નવા મતદારોમાં પુરુષો કરતાં મહિલા મતદારો આગળ રહી છે.

શહેર-જિલ્લામાં 1.07 લાખ મતદારો ઉમેરાયાં

આખરી મતદાર યાદીમાં અમદાવાદ જિલ્લામાં કુલ 49,12,548 મતદારો નોંધાયેલા હતા. તેની સામે નવેમ્બરમાં પ્રસિધ્ધ કરાયેલાં નવી મુસદ્દા યાદીમાં કુલ 1,07,643 મતદારોનો વધારો નોંધાયો છે. નોંધપાત્ર બાબત એ છે કે પુરુષ મતદારોની સરખામણીએ મહિલા મતદારોની સંખ્યામાં વધુ વધારો જોવા મળ્યો છે. અગાઉ પુરુષ મતદારોની સંખ્યા 25,46,672 હતી જેમાં 49,920 નો વધારો થયો છે જેથી હવે પુરુષ મતદારો 25,96,592 થયા છે. અગાઉ 23,65,665 મહિલા મતદારો હતી. જે 57,720 ના વધારા સાથે હવે મહિલા મતદારની સંખ્યા 24,23,385 થઈ છે.

મતદાર યાદીમાં ક્યાર સુધી કરી શકાશે નવી અરજીઓ?

તા. 26 ડિસેમ્બર સુધી હક્ક-દાવા અને વાંધા અરજી સ્વીકારાશે જ્યારે મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા માટે તા. 27 નવેમ્બરથી તા. 26 ડિસેમ્બર સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. 18 વર્ષ પૂર્ણ કરનારા યુવા મતદારો માટે પણ ખાસ દિવસ નક્કી કરીને અરજીઓ સ્વીકારવામાં આવશે. આખરી મતદાર યાદી હવે તા. 18મી જાન્યુઆરી, 2027ના રોજ જાહેર કરાશે.