Ahmedabad

અમદાવાદ: મહિલાને હેરાન કરતો શહેરકોટડાનો કોન્સ્ટેબલ નશામાં ધૂત ઝડપાયો, તપાસ કરવા પહોંચેલી ટીમે જ કરી કાર્યવાહી!

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પરબત રબારી સામે એક મહિલાએ હેરાનગતિની ફરિયાદ કરી હતી. તપાસ કરતા તે નરોડા સ્થિત ઘરે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. નરોડા પોલીસ સ્ટેશન લવાતા તે કમ્પાઉન્ડમાં લથડિયાં ખાતો હતો. આથી, નરોડા પોલીસે કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મહિલાને હેરાન કરતો શહેરકોટડાનો કોન્સ્ટેબલ નશામાં ધૂત ઝડપાયો, તપાસ કરવા પહોંચેલી ટીમે જ કરી કાર્યવાહી!

Ahmedabad Crime News: અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઇ મફાભાઇ રબારી સામે એક મહિલાએ મેસેજ કરી હેરાન કરાતા હોવાની પોલીસમાં રજૂઆત કરી હતી. જેને લઈને PIએ ફોન લગાડવાનું કહેતા પરબત ફોન ન ઉપાડતો હોવાથી પોલીસ સ્ટાફ કોન્સ્ટેબલના ઘરે તપાસ કરવા ગયો હતો. જેમાં કોન્સ્ટેબલ પોતાના ઘરે જ દારૂના નશામાં ધૂત હાલતમાં મળી આવ્યો હતો. પછી નરોડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલને લાવતા તે કમ્પાઉન્ડમાં લથડિયાં ખાતો જોવા મળ્યો હતો. જેથી આ મામલે નરોડા પોલીસે કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

શહેરકોટડાનો કોન્સ્ટેબલ હેરાનગતિ કરતો હોવાની મહિલાની ફરિયાદ

​ગત 8 ઓક્ટોબરના રોજ રાત્રે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે PSI સહિતનો સ્ટાફ હાજર હતો ત્યારે PIએ જણાવ્યું હતું કે, અહીં ફરજ બજાવતા અનાર્મ્ડ પો.કો. પરબત મફાભાઇ રબારી વિરુદ્ધ એક મહિલા રજૂઆત કરવા માટે આવ્યા છે. જેથી કોન્સ્ટેબલના મોબાઇલ પર સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે ફોન ન ઉપાડતો હોવાથી PIની સૂચનાથી PSI સહિતનો સ્ટાફ રાત્રે 11 વાગ્યે નરોડા સ્થિત નવરંગ ફ્લેટ ખાતે પરબતના ઘરે પહોંચ્યો હતો.

તપાસ કરવા ગયેલી પોલીસને નશામાં ધૂત મળ્યો કોન્સ્ટેબલ

ઘરે તપાસ કરતાં પોલીસ કોન્સ્ટેબલ પરબત હાજર મળી આવ્યા હતા અને તે દારૂ પીધેલી હાલતમાં હતો. આ અંગે PIને જાણ કરી તેમના આદેશ મુજબ કોન્સ્ટેબલ નરોડા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જ્યાં નરોડા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં નશાની હાલતમાં કોન્સ્ટેબલ તોતડાતી જીભે વાત કરતો અને લથડિયાં ખાતો હતો. મહિલાને હેરાગતિ અને દારૂ પીવાના મામલે નરોડા પોલીસે કોન્સ્ટેબલ પરબત રબારી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.