Ahmedabad

અમદાવાદમાં સાત આધાર કેન્દ્રો હવે રવિવારે પણ ખુલ્લા રહેશે, નોકરિયાત-વેપારીઓ માટે કોર્પોરેશનનો નિર્ણય

By GS Team
26 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોકરીયાત, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે અમદાવાદમાં રવિવારે પણ 7 આધાર સેવા કેન્દ્રો સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મધ્ય, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક-એક કેન્દ્ર ખોલવામાં આવશે. નાગરિકો આ કેન્દ્રો પર આધાર સંબંધિત સેવાઓનો લાભ લઈ શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સાત આધાર કેન્દ્રો હવે રવિવારે પણ ખુલ્લા રહેશે, નોકરિયાત-વેપારીઓ માટે કોર્પોરેશનનો નિર્ણય

Ahmedabad News: નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા કાર્યદિવસોમાં આધાર સંબંધિત કામગીરી માટે સમય ફાળવી ન શકતા નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે રવિવારે પણ સાત આધાર સેવા કેન્દ્રો કાર્યરત રહેશે.

નોકરીયાત-વેપારી-વિદ્યાર્થી વર્ગની સરળતા માટે કોર્પોરેશન દ્વારા લેવાયેલો નિર્ણય

અમદાવાદ શહેરના મધ્ય, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક-એક મળી કુલ સાત આધાર સેવા કેન્દ્રો દર રવિવારે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ કેન્દ્રો પર નાગરિકો આધાર સંબંધિત ઉપલબ્ધ સેવાઓનો લાભ લઈ શકશે.

વિવિધ ઝોનમાં કાર્યરત આધાર સેવા કેન્દ્રો

મધ્ય: ગિરધરનગર વોર્ડ ઓફિસ, રચના સ્કૂલ પાસે, સિવિલ હોસ્પિટલની સામે, શાહીબાગ.
ઉત્તર: રાજીવ ગાંધી ભવન, મેમ્કો ચાર રસ્તા પાસે, નરોડા રોડ, મેમ્કો.
પૂર્વ: અમરાઈવાડી સબ ઝોનલ ઓફિસ, નેશનલ હેન્ડલૂમની બાજુમાં, સ્વસ્તિક ચાર રસ્તા, અમરાઈવાડી.
દક્ષિણ: કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, મણિનગર ઝોનલ ઓફિસ, ફાયર સ્ટેશન સામે, રામબાગ, મણિનગર.
પશ્ચિમ: રૂમ નં.415, ચોથો માળ, મલ્ટી-લેવલ પા કગ, નવરંગપુરા બસ સ્ટેશનની બાજુમાં, નવરંગપુરા.
ઉત્તર પશ્ચિમ: સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલ બોડકદેવ સબ ઝોનલ ઓફિસ, ગુરુદ્વારા ચાર રસ્તા પાસે, બોડકદેવ.
દક્ષિણ પશ્ચિમ: મકતમપુરા સબ ઝોનલ ઓફિસ, APMC માર્કેટની બાજુમાં, વિશાલા ચાર રસ્તા પાસે, સરખેજ રોડ, મકતમપુરા.