Ahmedabad

ગ્રેજ્યુએટ્સ યુવાનો માટે સરકારી નોકરીની તક, રેલવે દેશભરમાં 1265 સ્ટેશન માસ્ટરની કરશે સીધી ભરતી, અમદાવાદમાં આટલી જગ્યા

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
ભારતીય રેલવે દ્વારા 2026માં સ્ટેશન માસ્ટરની 1265 જગ્યાઓ માટે દેશવ્યાપી ભરતી જાહેર થઈ છે. RRB દ્વારા સ્નાતક ઉમેદવારો માટે આ તક છે. ગુજરાતમાં RRB અમદાવાદ હેઠળ 31 જગ્યાઓ ઉપલબ્ધ છે. અરજીની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2026 છે. રેલવેએ દલાલોથી સાવધ રહેવા અને મેરિટના આધારે જ ભરતી થશે તેવી ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રેજ્યુએટ્સ યુવાનો માટે સરકારી નોકરીની તક,  રેલવે દેશભરમાં 1265 સ્ટેશન માસ્ટરની કરશે સીધી ભરતી, અમદાવાદમાં આટલી જગ્યા
ફાઈલ તસવીર

RRB Station Master Recruitment 2026: ભારતીય રેલવે દ્વારા સ્નાતક (ગ્રેજ્યુએટ) યુવાનો માટે સ્ટેશન માસ્ટરની કુલ 1265 જગ્યાઓ પર દેશવ્યાપી સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિસ (CEN No. 08/2026) બહાર પાડવામાં આવી છે. રેલવે બોર્ડે લીધેલા નિર્ણય મુજબ, વર્ષ 2026થી હવે સ્ટેશન માસ્ટર પદની ભરતી પ્રક્રિયા અલગ નોટિફિકેશન દ્વારા જ હાથ ધરવામાં આવશે, જેથી લાયકાત, પરીક્ષાનું માળખું અને ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની શકે.

ભરતીની મુખ્ય વિગતો અને અન્ય માહિતી

  • પદનું નામ : સ્ટેશન માસ્ટર (Station Master), કુલ ખાલી જગ્યાઓ 1,265 (દેશભરના તમામ RRBsમાં)
  • પે-સ્કેલ (7th CPC) : લેવલ-6 (શરૂઆતનો બેઝિક પગાર 35,400 + અન્ય ભથ્થાં)
  • શૈક્ષણિક લાયકાત : કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (ગ્રેજ્યુએટ)
  • વયમર્યાદા (01.01.2027 મુજબ) : 20થી 33 વર્ષ (અનામત વર્ગોને નિયમાનુસાર છૂટછાટ)
  • મેડિકલ સ્ટાન્ડર્ડ : A-2
  • ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ : 25 નવેમ્બર 2026
image.png

કેટેગરી મુજબ દેશવ્યાપી જગ્યાઓનું વિભાજન

રેલવે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ શુદ્ધિપત્રક (Corrigendum No. 1) મુજબ દેશભરમાં કેટેગરી અનુસાર જગ્યાઓ નીચે મુજબ છે:

  • જનરલ (UR): 542 જગ્યાઓ
  • OBC (Non-Creamy Layer): 296 જગ્યાઓ
  • SC: 176 જગ્યાઓ
  • EWS: 147 જગ્યાઓ
  • ST: 104 જગ્યાઓ
  • આ ઉપરાંત 133 જગ્યાઓ માજી સૈનિકો - ExSM માટે અનામત રાખવામાં આવી છે.

RRB અમદાવાદ અને ગુજરાતનું ચિત્ર

ગુજરાતના ઉમેદવારો માટે વેસ્ટર્ન રેલવે (WR) હેઠળ RRB અમદાવાદમાં કુલ 31 જગ્યાઓ ફાળવવામાં આવી છે. જેમાં:

  • બિનઅનામત (UR): 13
  • ઓબીસી (OBC): 7
  • એસસી (SC): 5
  • ઇડબ્લ્યુએસ (EWS): 4
  • એસટી (ST): 2
  • માજી સૈનિકો માટે 4 જગ્યા અલગથી અનામત છે.

આ ઉપરાંત વેસ્ટર્ન રેલવે (WR) હેઠળ RRB મુંબઈ ખાતે 24 અને RRB ભોપાલ ખાતે 13 વધારાની જગ્યાઓ પણ ઉપલબ્ધ છે.

કયા ઝોન/બોર્ડમાં સૌથી વધુ જગ્યાઓ

દેશભરમાં સૌથી વધુ જગ્યાઓ RRB મુંબઈ હેઠળ કુલ 177 (CR-125, SCR-28, WR-24) નોંધાઈ છે. ત્યારબાદ RRB જમ્મુ-શ્રીનગરમાં 122, RRB ચેન્નાઈમાં 119, RRB તિરુવનંતપુરમમાં 114, RRB પ્રયાગરાજમાં 112 (NCR-104, NR-8) અને RRB બેંગલુરુમાં 102 જગ્યાઓ જાહેર કરાઈ છે.

દલાલોથી સાવધાન રહેવા રેલવેની ચેતવણી

રેલવે ભરતી બોર્ડે સત્તાવાર નોટિસમાં ઉમેદવારોને લાલચ આપતા અસામાજિક તત્વો અને દલાલોથી સાવધ રહેવા સ્પષ્ટ ચેતવણી આપી છે. સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ પરીક્ષા પદ્ધતિ (CBT) અને માત્ર ઉમેદવારની મેરિટના આધારે જ થશે. ઉમેદવારોને સત્તાવાર RRB પોર્ટલ પરથી જ નિયમો ચકાસી સમયસર ઓનલાઇન અરજી કરવા જણાવાયું છે.