Ahmedabad

VIDEO: ગુજરાતની 182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન, PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન, કહ્યું-'પદ નહીં પણ પરિશ્રમનું મહત્ત્વ'

By GS Team
22 Nov 20261 min read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની 182 બેઠકો પર યોજાયેલા ભાજપના દિવાળી સ્નેહમિલન સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું. તેમણે કાર્યકર્તાઓને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી, 'પદ નહીં પણ પરિશ્રમનું મહત્ત્વ' સમજાવ્યું. 2001માં કચ્છના ભૂકંપગ્રસ્તો સાથેની પ્રથમ દિવાળી યાદ કરી, અને ગુજરાતના વિકાસને બિરદાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ગુજરાતની 182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન, PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન, કહ્યું-'પદ નહીં પણ પરિશ્રમનું મહત્ત્વ'

PM Narendra Modi Virtual Address Gujarat BJP Workers: ગુજરાતની 182 બેઠકો પર ભાજપનો દિવાળી સ્હેન મિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. વર્ચ્યુઅલ સંબોધનમાં PM મોદીએ પાર્ટીના રાજ્યભરના કાર્યકર્તાઓને દિવાળી અને ગુજરાતી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું કે, 'પદ નહીં પણ પરિશ્રમનું મહત્ત્વ…'

ગુજરાતની 182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન, PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન

નવેમ્બર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની પ્રથમ દિવાળીને યાદ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 'આ અવસર કચ્છના ભૂકંપથી પ્રભાવિત લોકો સાથે વિતાવ્યો હતો. આ અનુભવે એ માન્યતાને વધુ દૃઢ બનાવી કે તહેવારોનો સાચો આનંદ બીજાના જીવનમાં આશા લાવવામાં રહેલો છે. ત્યારથી કચ્છ આશા અને વિકાસના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.'

ગુજરાતની કાયાપલટની વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, 'ગુજરાત વેપાર અને ઉદ્યોગમાં તેની પરંપરાગત મજબૂતાઈથી આગળ વધીને કૃષિ, ડેરી, સેમિકન્ડક્ટર્સ, ઓટોમોબાઈલ્સ, ગ્રીન એનર્જી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.'