Ahmedabad

NID અમદાવાદનું અદ્ભુત સર્જન: રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની આમંત્રણ કિટમાં 4 રાજ્યની પરંપરાગત કળા ઝળકી

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
રાષ્ટ્રપતિ ભવનમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ખાસ આમંત્રણ કિટ તૈયાર કરાઈ છે. NID અમદાવાદે 220થી વધુ લોકો અને 100 કારીગરો સાથે મળીને આ કિટ બનાવી છે. તેમાં છત્તીસગઢની ડોકરા, ગોવાની અઝુલેજો, મધ્યપ્રદેશની ભીલ કળા અને મહારાષ્ટ્રની વારલી કળા સહિત 4 રાજ્યોની કલાઓનો સમાવેશ છે. આ કિટ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને કારીગરોની કુશળતા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

NID અમદાવાદનું અદ્ભુત સર્જન: રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની આમંત્રણ કિટમાં 4 રાજ્યની પરંપરાગત કળા ઝળકી

Rashtrapati Bhavan Invitation Kit: દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ (15મી ઓગસ્ટ)ની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા વિશેષ સમારોહ માટે ખાસ આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે. આ કિટમાં અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)એ પોતાની અનોખી સર્જનાત્મક અને કલાત્મક છાપ છોડી છે. દર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ NID અમદાવાદ દ્વારા ડિઝાઇન કરાયેલી આ કિટમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાને ભવ્ય રીતે રજૂ કરવામાં આવી છે.

WhatsApp Image 2026-08-10 at 2.49.40 PM (2).jpeg

100થી વધુ કારીગરો અને NID ટીમનો સંયુક્ત પ્રયાસ

આ આમંત્રણ કિટ માત્ર એક નિમંત્રણ પત્ર નથી પરંતુ ભારતની વિવિધતા, કારીગરોની કુશળતા અને સ્થાનિક પરંપરાઓને બિરદાવતું એક સુંદર સર્જન છે. NID અમદાવાદના નિયામક ડૉ. અશોક મોન્ડલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ખાસ પ્રોજેક્ટમાં 220થી વધુ લોકો જોડાયા હતા. જેમાં દેશના વિવિધ રાજ્યોના લગભગ 100 જેટલા પરંપરાગત કારીગરોએ NIDની ટીમ સાથે મળીને આ કિટ તૈયાર કરી છે.

WhatsApp Image 2026-08-10 at 2.49.41 PM (1).jpeg

આ વર્ષની ખાસ કિટમાં ચાર રાજ્યોની વૈવિધ્યસભર કળાને સ્થાન મળ્યું છે. જેમ કે, છત્તીસગઢના બસ્તર પ્રદેશની સુપ્રસિદ્ધ ‘ડોકરા’ અને લોહ શિલ્પ કળા. ગોવાના પ્રસિદ્ધ ‘અઝુલેજો’ ટાઇલ આર્ટ દ્વારા ખાઝાન લેન્ડ્સની સંસ્કૃતિ. મધ્ય પ્રદેશના લોકપ્રિય ‘ભીલ કળા’ દ્વારા બીજ સંરક્ષણની સનાતન પરંપરા અને મહારાષ્ટ્રના વિશ્વવિખ્યાત ‘વારલી કળા’ દ્વારા ખામ નદીના પુનઃસ્થાપન અને પર્યાવરણ જતનનો સંદેશ.

આ ઉપરાંત કિટમાં મધ્ય પ્રદેશના જાણીતા બાઘ ટેક્સટાઇલ, કાવિ આર્ટ તેમજ મહેશ્વરના હેન્ડવૂવન સેરેમોનિયલ સ્ટોલ જેવા પરંપરાગત હસ્તકલા ઉત્પાદનોને પણ સામેલ કરાયા છે.

WhatsApp Image 2026-08-10 at 2.49.42 PM (2).jpeg

સાંસ્કૃતિક એકતાનું પ્રતીક

NID અમદાવાદ દ્વારા નિર્મિત આ આકર્ષક આમંત્રણ કિટ રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની ભવ્યતામાં વધારો કરવાની સાથે દેશના ખૂણે-ખૂણે પથરાયેલી લોકકળાઓ અને શ્રમયોગી કારીગરોને રાષ્ટ્રીય સ્તરે સમન્વયિત કરતી એક અનોખી શ્રદ્ધાંજલિ પૂરી પાડે છે.