Ahmedabad

અમદાવાદ: સ્પામાં યુવતીઓ સાથે બોલાચાલી અને લોહિયાળ ખેલ: યુવકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો; 4 ઝડપાયા

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરોડામાં સ્પામાં યુવતીઓ સાથે બોલાચાલી બાદ 5 ઓગસ્ટની રાત્રે દશરથ મીનાને બારીમાંથી નીચે ફેંકી દેવાયા હતા. અંગત અદાવત અને પોલીસને બાતમી આપ્યાના વહેમમાં વિશાલ અને તેના 4 મિત્રોએ આ કૃત્ય આચર્યું હતું, જેમાં દશરથનું મોત થયું. પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 1 ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સ્પામાં યુવતીઓ સાથે બોલાચાલી અને લોહિયાળ ખેલ: યુવકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો; 4 ઝડપાયા

Ahmedabad Naroda Spa Case: અમદાવાદના નરોડામાં સ્પામાં યુવતીઓ સાથે બોલાચાલી અને લોહિયાળ ખેલની ઘટનામાં એક યુવકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે 4 આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પામાં યુવતીઓ સાથે બોલાચાલી અને લોહિયાળ ખેલ

ગત 5 ઓગસ્ટની રાત્રે નરોડાના સ્પામાં અંગત અદાવત અને પોલીસને બાતમી આપ્યાના વહેમમાં દશરથ મીના નામના વ્યક્તિ સાથે પાંચ શખસો દ્વારા મારઝુડ કરી બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. આ બનાવમાં દશરથનું મોત નીપજ્યું હતું. યુવકની ક્રૂર હત્યાના કેસ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા પાંચમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે ફરાર એક આરોપીની શોધખોળ હાલ ચાલી રહી છે.

યુવકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો

નરોડામાં આંચપુરા સર્કલ પાસે આવેલા વિશાલા એમ્પાયર કોમ્પ્લેક્સના ક્રિશા સ્પામાં એક ક્રૂર ઘટના ઘટી હતી. ત્યાં પાંચ માણસોએ આવીને દશરથ મીના નામના એક વ્યક્તિ સાથે મારઝુડ કરીને બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં આરોપીને પકડી પાડવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ પાંચ પૈકી ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીના નામ

  • વિશાલ હંસરાજભાઈ બારોટ
  • રોહિત ઉર્ફે ગબ્બર મુનેશભાઈ રાજપૂત
  • કરણ કેશાજી ચુનારા
  • કિશન ચુનારા
  • પરેશ વિશ્વકર્મા (ફરાર)

આ પણ વાંચો: અજમલ ચૌધરી લાફાકાંડ: ચૌધરી સમાજના આક્રોશ બાદ મહંત બળદેવગિરીની અટકાયત, સઘન પૂછપરછ શરૂ

આ બનાવ પાછળનું મુખ્ય કારણ એ છે કે વિશાલ અને તેની બે બહેનપણીઓ વૈષ્ણવી અને ખુશબુ સાંજે આઠ વાગ્યે ક્રિશા સ્પામાં આવ્યા હતા, જ્યાં વૈષ્ણવી અને ખુશબુની ત્યાં હાજર દશરથ મીના અને ફરિયાદી જનક સાથે થોડી બોલાચાલી થઈ હતી. જેમાં વૈષ્ણવી અને ખુશબુ થોડા મહિના પહેલાં ક્રિશા સ્પામાં જ કામ કરતી હતી, પણ તેઓ ત્યાંથી કામ છોડીને અન્ય સ્પામાં ગઈ હતી. આ અન્ય સ્પામાં પોલીસ ચેકિંગમાં એવી શંકા જણાય છે કે, જનક અને દશરથે જ પોલીસને બાતમી આપીને ત્યાં રેડ કરાવેલી. સમગ્ર મામલામાં વિશાલ પોતાના ચાર મિત્રો સાથે ઘટનાસ્થળે જઈને દશરથ પર તૂટી પડ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને તેમની વિરુદ્ધ મારામારી, ચોરી, દારૂ અને હત્યાની કોશિશ જેવા અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે.