Ahmedabad

અમદાવાદના નરોડામાં સગીરા સાથે જબરદસ્તી: બચવા જતાં 10મા માળેથી નીચે પટકાઈ, ચમત્કારિક બચાવના CCTV વાઈરલ

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરોડામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં પિતાને ટિફિન આપવા આવેલી 17 વર્ષીય સગીરા સાથે 3 યુવકોએ છેડતીનો પ્રયાસ કર્યો. ઝપાઝપીમાં તે 10મા માળેથી પટકાઈ, છતાં ચમત્કારિક બચાવ થયો. તેને SMS હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 ફરાર છે. CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના નરોડામાં સગીરા સાથે જબરદસ્તી: બચવા જતાં 10મા માળેથી નીચે પટકાઈ, ચમત્કારિક બચાવના CCTV વાઈરલ

Ahmedabad News: અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી નિર્માણાધીન બિલ્ડિંગ ‘શ્યામ ઉપવન’ ખાતે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પિતાને ટિફિન આપવા આવેલી 17 વર્ષીય સગીરા સાથે 3 યુવકોએ જબરદસ્તી કરી અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન યુવકો સાથે થયેલી ઝપાઝપીમાં સગીરા 10મા માળેથી નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટનાના સાઈટ પર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

સદનસીબે, 10મા માળેથી નીચે પટકાવા છતાં સગીરાનો ચમત્કારિક બચાવ થયો છે. ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

પિતાને ટિફિન આપવા આવી ને બની ઘટના

મળતી માહિતી મુજબ, સગીરા બાંધકામ સાઈટ પર રાત્રિના સમયે તેના પિતાને ટિફિન આપવા માટે આવી હતી. આ દરમિયાન સાઈટ પર હાજર 3 યુવકોની દાનત બગડી હતી અને તેમણે સગીરાને એકલી જોઈ તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ પોતાનો બચાવ કરવા માટે પ્રતિકાર કરતા યુવકો સાથે ઝપાઝપી થઈ હતી, જેમાં તે નિયંત્રણ ગુમાવતા 10મા માળેથી સીધી નીચે પટકાઈ હતી.

પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

આ ગંભીર ઘટના અંગે નરોડા પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓની અટકાયત કરી લીધી છે, જેમાં દિનેશ નિનામા નામના આરોપીને બાંધકામ સાઈટની નજીકથી જ ઝડપી લેવામાં આવ્યો હતો. ઘટનામાં સામેલ ત્રીજો આરોપી હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે.