Ahmedabad

VIDEO| અમદાવાદ: મકરબા-કોર્પોરેટ રોડ પર ડિવાઈડર તોડીને બનાવેલો કટ તંત્રએ રાતોરાત બંધ કર્યો, અકસ્માતનું જોખમ ટળ્યું

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના મકરબાથી કોર્પોરેટ રોડને જોડતા ઓવરબ્રિજ પાસેનો જીવલેણ ડિવાઈડર કટ 'ગુજરાત સમાચાર ડિજિટલ'ના અહેવાલ બાદ AMC દ્વારા તાત્કાલિક બંધ કરાયો છે. 29 ઓક્ટોબરે મોડી રાત્રે ટીમે RCC બ્લોક અને સિમેન્ટથી ખાડો પૂરી રસ્તો બંધ કર્યો. હવે વાહનચાલકોએ 200 મીટર આગળથી સુરક્ષિત U-ટર્ન લેવો પડશે, જેથી અકસ્માતોનું જોખમ ટળ્યું છે અને નાગરિકોએ રાહત અનુભવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદ: મકરબા-કોર્પોરેટ રોડ પર ડિવાઈડર તોડીને બનાવેલો કટ તંત્રએ રાતોરાત બંધ કર્યો, અકસ્માતનું જોખમ ટળ્યું

Ahmedabad Makarba Corporate Road Divider Cut Closed: મકરબાથી કોર્પોરેટ રોડને જોડતા ઓવરબ્રિજ પાસે 200 મીટરનો ફેરો બચાવવા માટે વાહનચાલકો દ્વારા ઉપયોગમાં લેવાતો જીવલેણ 'જોખમી શોર્ટકટ' હવે બંધ કરી દેવામાં આવ્યો છે. 'ગુજરાત સમાચાર ડિજિટલ' દ્વારા આ ગંભીર બેદરકારી સામે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને અહેવાલની અસરો જોવા મળી છે.

રાતોરાત ટીમ મોકલીને કટ પુરી દેવાયો

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગઈકાલે(29 ઓક્ટોબર) મોડી રાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા વિશેષ ટીમ સ્થળ પર મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા ડિવાઈડર પાસે ખોદવામાં આવેલા અને ખુલ્લા રહી ગયેલા ભાગમાં આરસીસીના મજબૂત બ્લોક ફીટ કરવામાં આવ્યા હતા અને કપચી તથા સિમેન્ટથી ખાડો પૂરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

હવે 200 મીટર આગળથી જ લેવો પડશે U-Turn

તંત્ર દ્વારા આ ગેરકાયદે કટ કાયમ માટે બંધ કરી દેવાતા હવે મકરબાથી કોર્પોરેટ રોડ થઈને પ્રહલાદનગર જવા માટે વાહનચાલકોએ એસ.જી. હાઈવે તરફ આગળ 200 મીટર જઈને ત્રણ રસ્તાએથી સુરક્ષિત રીતે યુ-ટર્ન લેવો પડશે. અગાઉ આ રોડ પરના ડિવાઈડરનો કટ ખુલ્લો હોવાના કારણે ફુલ સ્પીડમાં આવતા વાહનો વચ્ચે અકસ્માત સર્જાવાની ભારે શક્યતા હતી, જેના પર હવે રોક લાગી ગઈ છે.

નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો

સમાચાર પ્રસારિત થતાં જ તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવા બદલ સ્થાનિક નાગરિકોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને અકસ્માતોનું મોટું જોખમ ટળી ગયાની રાહત અનુભવી છે.