Ahmedabad

અમદાવાદ: હાથમાં બીયર સાથે મહિલાનો ડાન્સ, યુવકોએ દારૂ-સોડા મિક્સ કરી માણી મહેફિલ, વાસ્તુ પ્રસંગમાં પાર્ટીનો સરદારનગરનો વીડિયો વાઈરલ

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરદારનગરની નંદીગ્રામ સોસાયટીમાં વાસ્તુ પૂજન પ્રસંગે જાહેરમાં દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થયો છે. વાઈરલ વીડિયોમાં મહિલાઓ બીયર સાથે નાચતી અને યુવકો દારૂ મિક્સ કરતા જોવા મળે છે. ભાજપના ધારાસભ્ય પાયલ કુકરાણી પણ આ પ્રસંગમાં હાજરી આપી હતી. જો કે, દારૂ પાર્ટી વખતે તેઓ નહોતા. સરદારનગર પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: હાથમાં બીયર સાથે મહિલાનો ડાન્સ, યુવકોએ દારૂ-સોડા મિક્સ કરી માણી મહેફિલ, વાસ્તુ પ્રસંગમાં પાર્ટીનો સરદારનગરનો વીડિયો વાઈરલ

Ahmedabad Liquor Party Viral Video: ગુજરાતમાં ફક્ત નામની જ દારૂબંધ હોય તેવુ લાગી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં જાહેરમાં દારૂ પાર્ટીનો કથિત વીડિયો વાઈરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વીડિયો સરદારનગરનો હોવાનું જણાય છે. જ્યાં વાસ્તુ પૂજનના નામે દારૂની મહેફિલ માણતા લોકો નજરે પડે છે. જેમાં મહિલાઓ હાથમાં બીયર લઈને ડાન્સ કરતી અને યુવકો દારૂ-સોડા મિક્સ કરતા વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે.

વાસ્તુ પ્રસંગમાં દારૂ પાર્ટી, સરદારનગરનો કથિત વીડિયો વાઈરલ

મળતી માહિતી અનુસાર, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી નંદીગ્રામ સોસાયટીના શિવ બંગલોઝમાં ઘરના વાસ્તુ પૂજન પ્રસંગે ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે.

મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતાં ચકચાર

પ્રાથમિક માહિતી મુજબ, દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવીને ઘરના શુભ પ્રસંગે જ તેને દારૂનો અડ્ડો બનાવી દેવાયો હતો. જેમાં વાઈરલ વીડિયોમાં એક મહિલા હાથમાં બીયરની બોટલ લઈને નાચતી જોવા મળી રહી છે. જ્યારે કેટલાક યુવકો એક પાત્રમાં દારૂ અને સોડા મિક્સ કરતા જોવા મળે છે. આ વાસ્તુ પૂજનમાં ભાજપના નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, આ દારૂ પાર્ટી વખતે તેઓ નહોતા. દારૂની મહેફિલની ઈસ્ટા સ્ટોરી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હોવાથી આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

Gujarat Samachar - 2026-11-19T223905.884.png

વાઈરલ વીડિયો અંગે PIનું નિવેદન

ખુલ્લેઆમ દારૂ પીને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવતા સરદારનગર પોલીસ હરકતમાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, 'દારૂ પાર્ટીનો વાઈરલ વીડિયો તેમના ધ્યાને આવ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે વીડિયોના આધારે મહેફિલમાં સામેલ લોકોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.'