કિંજલ રબારી અને પતિ અશોક ચૌધરીને હાઈકોર્ટમાંથી રાહત: ધરપકડ સામે સ્ટે, સિંગરે પોતાના અપહરણની વાત નકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Singer Kinjal Rabari Gujarat High Court : લોકપ્રિય સિંગર કિંજલ રબારી અને તેમના પતિ અશોક ચૌધરી સામે કોઈ કાયદાકીય કાનૂની કાર્યવાહી થાય તે પહેલાં જ તેમણે ગુજરાત હાઇકોર્ટના શરણે પહોંચી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે પોતાની હાજરી નોંધાવી હતી. કોર્ટ સમક્ષ કિંજલ રબારીએ સ્પષ્ટપણે ખુલાસો કર્યો હતો કે તેમનું કોઈ અપહરણ થયું નથી. આ મામલે અશોક ચૌધરી સામે દાખલ થયેલી અપહરણની પોલીસ ફરિયાદ સંપૂર્ણપણે શંકાસ્પદ હોવાનું સામે આવતાં ગુજરાત હાઇકોર્ટે તેમને મોટી રાહત આપી છે. હાઇકોર્ટે અશોક ચૌધરીની ધરપકડ પર વચગાળાનો સ્ટે આપી દીધો છે. જેથી હાલમાં પોલીસ તેમની અટકાયત કે ધરપકડ કરી શકશે નહીં. ગાયિકાએ પોતે સ્વેચ્છાએ પતિ સાથે હોવાનું કોર્ટમાં જણાવતાં અપહરણનો મામલો બોગસ સાબિત થયો છે. કાયદાકીય તપાસમાં સત્ય સામે આવ્યા બાદ હાઇકોર્ટે પોલીસને આ મામલે કડક પગલાં લેતાં અટકાવીને દંપતીને મોટી રાહત આપી છે.
રોજેરોજ આવી રહ્યા છે નવા વળાંક
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગાયિકા કિંજલ રબારીનું 6 સપ્ટેમ્બરે અપહરણ થયું હોવાની ઘટનામાં દરરોજ નવા વળાંક સામે આવી રહ્યા છે. ગાયિકાના પતિ મુકેશ દેસાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, આ વિવાદ વચ્ચે લોકપ્રિય સિંગર કિંજલ રબારી પોતાના પતિ અશોક ચૌધરી સાથે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉપસ્થિત થયા હતા અને તમામ અફવાઓનો અંત લાવ્યો હતો કિંજલ રબારી હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પતિ અશોક ચૌધરી સાથે હાજર થયા હતા.
હાઇકોર્ટ સમક્ષ કિંજલ રબારીનો ચોંકાવનારો ખુલાસો
ગુજરાત હાઇકોર્ટ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં સિંગર કિંજલ રબારીએ સ્પષ્ટપણે ખુલાસો કર્યો હતો કે તેમનું કોઈ અપહરણ થયું નથી. કોર્ટે જ્યારે પૂછ્યું કે "તમને કોઈએ કિડનેપ નથી કર્યા ને?", ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું કે, "ના, મને કોઈએ કિડનેપ નથી કરી, હું મારી પોતાની મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહું છું." તેમના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કિંજલ 24 વર્ષની પુખ્ત વયની છે અને તે પોતાની મરજીથી પતિ અશોક ચૌધરી સાથે જ રહેવા માગે છે.
પરિવારના દબાણને કારણે અગાઉ નહોતી ગઈ
સુનાવણી દરમિયાન ગાયિકાએ એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે અગાઉ પણ તેમના માટે હેબિયસ કોર્પસ (Habeas Corpus) અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ તે સમયે પરિવારના ભારે દબાણના કારણે તેમણે પતિ અશોક ચૌધરી સાથે જવાની ના પાડી દીધી હતી અને પરિવાર સાથે રહેવાનું પસંદ કર્યું હતું.
હાઇકોર્ટે અશોક ચૌધરીની ધરપકડ સામે આપ્યો સ્ટે
અપહરણના કિસ્સામાં અગાઉ કિંજલનો એક વીડિયો સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવી હતી. હવે હાઇકોર્ટ સમક્ષ ગાયિકાએ પોતે સ્વેચ્છાએ પતિ સાથે હોવાનું સ્પષ્ટ કરતાં અપહરણની ફરિયાદ સંપૂર્ણપણે શંકાસ્પદ ઠરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપતાં અશોક ચૌધરીની ધરપકડ પર રોક (સ્ટે) લગાવી દીધો છે, જેથી હાલ પોલીસ તેમની સામે કોઈ કડક ધરપકડની કાર્યવાહી કરી શકશે નહીં.




