ગરબામાં છેડતી કરી તો મરી ગયા સમજો! સૌની સામે સ્થળ પર જ કડક સજા કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Police Navratri Plan : અમદાવાદ સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં કુલ 22 હજારથી વધુ સ્થળોએ પર ગરબાનું આયોજન કરાયું છે. જેમાં 370થી વધુ પાર્ટી પ્લોટ, ત્રણ હજાર જાહેર ગરબા સહિત 19 હજાર જેટલા શેરી ગરબાનો સમાવેશ થાય છે. ત્યારે પોલીસને નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ ખાસ બંધોબસ્ત ગોઠવ્યો છે. સાથેસાથે મહિલા પોલીસની શી-ટીમને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યભરમાં પોલીસ સુરક્ષા અને બેઠક
નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મહિલા યુવતીઓ સુરક્ષાના વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે ગુજરાત પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે. જે અંગે રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડાઓ સાથે બેઠક યોજીને વિવિધ સૂચનો કર્યા હતા. ગુજરાતની વાત કરીએ તો આશરે 22 હજાર જેટલા સ્થળોએ ગરબાનું આયોજન થશે.
ગરબા સ્થળોએ થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા
370 પાર્ટી પ્લોટ, ત્રણ હજાર જાહેર ગરબા અને નાના મોટા મળીને 19 હજાર જેટલા શેરી ગરબા યોજાશે. પોલીસ વિશેષ સુરક્ષા માટે શ્રી લેયર ડિસ્ક્રીટી અપનાવી છે. જેમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સીસીટીવી, કેમેરાની વ્યવસ્થા જળવાઈ રહે અને મહિલા વ્યવસ્થા, મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનેલાઈઝરને મોટા આયોજનોમાં ફરજિયાત કરાયા છે. સાથે સાથે મહિલા પોલીસની શી-ટીમ પણ ખાનગી તેમજ ટ્રેડિશનલ કપડામાં હાજર રહેશે.
સોશિયલ મીડિયા પર ચાંપતી નજર
ખાસ કરીને સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ વાંધાજનક પોસ્ટ મૂકીને ધાર્મિક વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી શકે છે. જેથી સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવાની સાથે તાત્કાલિક ગુનો નોંધવા માટે તાકીદ કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન હોમગાર્ડ, પોલીસ અને ટ્રાફિક વ્યવસ્થા અનુસંધાનમાં ટીમોની જવાનોને પણ તૈનાત રખાશે.




