Ahmedabad

આગામી 3 કલાક ભારે.... 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, 10માં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
હવામાન વિભાગે આજે (13 સપ્ટેમ્બર) બપોર 1 વાગ્યા સુધી ગુજરાતના દક્ષિણ અને પૂર્વ-મધ્ય ભાગો માટે અતિ ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભાવનગર, સુરત, ભરૂચ સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ છે. છોટા ઉદેપુર અને અમરેલીમાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશી છે, પાકને નવજીવન મળ્યું છે. નસવાડીમાં અશ્વિન નદી બે કાંઠે વહેતાં પાણીનું સંકટ ટળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આગામી 3 કલાક ભારે.... 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, 10માં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Alert: હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત માટે આજે (13મી સપ્ટેમ્બર) બપોરે 1 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દક્ષિણ અને પૂર્વ-મધ્ય ભાગોમાં અત્યંત ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી અનુસાર ભાવનગર, સુરત, ભરુચ, નર્મદા, નવસારી, ડાંગ, તાપી અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

અમરેલી વરસાદ.jpg

છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં મેઘમહેર

છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. છોટા ઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદથી નદી-નાળાં છલકાયા છે, તો બીજી તરફ અમરેલી જિલ્લાના વિવિધ પંથકોમાં ધીમીધારે થી ધોધમાર વરસાદ વરસતાં મુરઝાતા પાકને નવજીવન મળ્યું છે.

image.png

અશ્વિન નદી બે કાંઠે, નસવાડી પરથી જળસંકટ ટળ્યું

નસવાડી તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે અશ્વિન નદીમાં નવા નીરની આવક થઈ છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતાં નસવાડી તાલુકા પર તોળાઈ રહેલું પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે. ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોના ઉભા પાકને મોટો ફાયદો થયો છે.

છેટાઉદેપુર વરસાદ.jpg

અમરેલીના બાબરા, લાઠી અને સાવરકુંડલા પંથકમાં મેઘમહેર

અમરેલી જિલ્લાના બાબરા, ખાંભા, લાઠી, સાવરકુંડલા, ધારી અને રાજુલા પંથકમાં પણ મોડી રાતથી જ ઝરમર અને વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બાબરા શહેર સહિત દરાડ, જામબરવાળા, ખાખરીયા, પાનસડા અને ગરણી ગામોમાં સારા વરસાદથી ખેતરો લહેરાઈ ઊઠ્યા છે. આ ઉપરાંત રાજુલાના વિક્ટર, માંડળ અને ડુંગર જેવા ગામોમાં પણ ધીમીધારે વરસાદ પડતાં સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું છે.