ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ VC નીરજા ગુપ્તાએ નિમેલા 10 અધિકારી સસ્પેન્ડ! રૂ. 11 કરોડના નુકસાનનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat University Officers Suspended: અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ(VC) નીરજા ગુપ્તાએ નિમેલા 10 અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂર્વ VCએ નિમેલા અધિકારીઓ 40 હજારથી લઈને 5 લાખ સુધીનો પગાર મેળવતા હતા. યુનિવર્સિટીમાંથી 10 અધિકારીઓને ઘરભેગા કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે રૂ.11 કરોડના નુકસાનનો આક્ષેપ થઈ રહ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ VC નીરજા ગુપ્તાએ નિમેલા 10 અધિકારી સસ્પેન્ડ!
ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર એક ઐતિહાસિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઇન્ચાર્જ કુલપતિ દ્વારા રચાયેલી તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બાદ પૂર્વ VC ડૉ. નીરજા ગુપ્તા દ્વારા નિયમો નેવે મૂકીને ભરતી કરાયેલા તમામ 10 અધિકારીઓ તેમજ કર્મચારીઓને એકસાથે સસ્પેન્ડ કરી દેવાયા છે.
પૂર્વ VC નીરજા ગુપ્તા પર ગંભીર આક્ષેપ
પૂર્વ VC ડૉ. નીરજા ગુપ્તા પર એવા ગંભીર આક્ષેપો છે કે, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જૂના હંગામી કર્મચારીઓને ફરજમુક્ત કરીને પોતાના માનીતા લોકોને ગેરકાયદે રીતે હોદ્દાઓ આપી ખોટી રીતે પગાર ચૂકવ્યા હતા. આ મામલે યુનિવર્સિટીના ભંડોળનો બેફામ દુરુપયોગ થયો હોવાનો દાવા સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) પણ મેદાને આવ્યું છે.
ABVP કાર્યકરોનો ઉગ્ર વિરોધ
7 ઑગસ્ટના રોજ મોટી સંખ્યામાં એકઠા થયેલા ABVPના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને આ સમગ્ર ગેરરીતિ અંગે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.

પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ(POP) હેઠળ ભરતી કરાયેલા કોન્ટ્રાક્ટ આધારિત ઓફિસર ફેકલ્ટી
નામ | પોસ્ટ | પગારધોરણ |
શ્રીનિવાસ રાઓ | GUSEC CEO | રૂ.5 લાખ |
પાવન પંડિત | એનિમેશન કો-ઓર્ડિનેટર | રૂ.2.50 લાખ |
બિશ્વજીત અધિકારી | GUSEC | રૂ.2.50 લાખ |
ચંદ્રશેખર ઝા | એસ્ટેટ ઓફિસર | રૂ.1.50 લાખ |
માનસિંગ રજોરા | GUSEC | રૂ.1.25 લાખ |
દિનેશ શર્મા | ચીફ એકાઉન્ટ ઓફિસર | રૂ.1.25 લાખ |
પરેશ સોની | ફાયર ઓફિસર | રૂ.60 હજાર |
તુષાર ત્રિવેદી | લીગલ ઓફિસર | રૂ.40 હજાર |









