'પ્રોફેસરો વર્ગ-4ના કર્મચારી થોડા છે?' લૉ કોલેજોમાં ખાનગી એજન્સીથી ભરતી કરવાના સરકારના નિર્ણય પર હાઇકોર્ટ લાલઘૂમ, સુઓમોટો દાખલ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court Suo Moto Law College Professor Recruitment: રાજયભરની 27 જેટલી લૉ કોલેજોમાં ખાનગી એજન્સી દ્વારા પ્રોફેસરોની ભરતી કરવાના નિર્ણય સામે હાઇકોર્ટે સુઓમોટો અરજી લીધી. કોર્ટે સરકારના આ નિર્ણય સામે લાલ આંખ કરતા એવો વેધક સવાલ કર્યો હતો કે, તમે શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આઉટ સોર્સિંગ કરી શકો? તમે બંધારણની વિરૂધ્ધ જઇ રહ્યા છો. પ્રોફેસરોની ભરતીમાં આઉટ સોર્સિંગ કેવી રીતે કરી શકો. આ નિર્ણય કોઇ રીતે ચલાવી શકાય નહી.
લૉ કોલેજોમાં ખાનગી એજન્સી દ્વારા પ્રોફેસરોની ભરતી કરવાના નિર્ણય સામે હાઇકોર્ટનો સુઓમોટો
કોર્ટે જણાવ્યું કે, ટેન્ડર બહાર પાડીને આઉટ સોર્સિંગ એજન્સીને પ્રોફેસરની ભરતી કરવા 20 મહિના માટે 13 કરોડમાં આપવાની જાહેરાત કરો છો. આ કેવી રીતે ચલાવી લેવાય. આ શું છે બધુ? જાહેર રોજગાર ક્યા છે? એટલે તમે હવે જીપીએસસીને સ્થાને ખાનગી એજન્સીને કામ સોપશો? જસ્ટિસ નિખિલ કરેઇલે એવા સવાલ કર્યા હતા કે, 'આ પબ્લીકના નાણા છે એમાં એજન્સી પ્રોફેસરો કેવી રીતે નિમણૂક કરી શકે?'
27 જેટલી લૉ કોલેજમાં 108 જેટલા અધ્યાપક સહાયકની નિમણૂક આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા કરવાના સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોઇપણ મેરીટ લીસ્ટ વગર પોતાના મળતીયાઓને નોકરી આપી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા લૉ કોલેજમાં મહેકમની ઘટ માટે પ્રતિ કોલેજ દીઠ 4 પ્રોફેસરની નિમણૂક ટેન્ડર દ્વારા કરવાના નિર્ણય સામે હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી.
આ પણ વાંચો: લખનઉથી દમામ જતી ઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, આ લૉ કોલેજના પ્રોફેસરો છે તેઓ વર્ગ-4 ના કર્મચારી નથી. તમે તેમની નિમણૂક પણ ખાનગી એજન્સી દ્વારા કરાવશો. હાઇકોર્ટે સરકારના આ નિર્ણય સામે લાલ આંખ કરતા એવી ટકોર કરી હતી કે, સરકારનો આ નિર્ણય તદ્દન ગેરકાયદે છે. તેથી કોર્ટ પોતે સુઓમોટો લઇને તેની તપાસ કરવા માગે છે. વિશ્વસનીયતા શું છે આવી એજન્સીની? એજન્સીની પોતાની લાયકાત શું છે. તેઓ કાયદાના પ્રોફેસરો પસંદ કરે તેમાં તૈયાર થયેલા વિદ્યાર્થી અમારી સામે આવે એવું સરકાર કહે છે. આ તદ્દન ગેરકાયદે છે.




