Ahmedabad

નવરાત્રિમાં લાઉડ સ્પીકરના ઘોંઘાટ પર ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, સરકાર પાસે 3 દિવસમાં રિપોર્ટ માગ્યો

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
નવરાત્રિમાં લાઉડસ્પીકરના અવાજ પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે 3 દિવસમાં રિપોર્ટ માગ્યો છે. સરકારે સોગંદનામામાં 80 ડેસીબલ અવાજ નોંધાયાનો દાવો કર્યો. હાઈકોર્ટે હોસ્પિટલ નજીક ધીમા અવાજે પણ લાઉડસ્પીકર ન વગાડવા ટકોર કરી હતી. કોર્ટે GPCBને પણ અરજદારની ફરિયાદ પર તાત્કાલિક પગલાં લેવા આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિમાં લાઉડ સ્પીકરના ઘોંઘાટ પર ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, સરકાર પાસે 3 દિવસમાં રિપોર્ટ માગ્યો

Gujarat High Court On Navratri Noise Pollution: નવરાત્રિમાં સાયલન્ટ ઝોન વિસ્તારમાં લાઉડ સ્પીકરના પ્રદૂષણ મામલે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સોંગદનામું કર્યુ હતુ. તેમાં એવી રજૂઆત કરી હતી કે, 'અમે કરેલા સરપ્રાઇઝ ચેકિંગમાં વધુમાં વધુ 80 ડેસીબલ અવાજ નોંધાયો છે. જે જગ્યાઓ પર ડીજે અને લાઉડ સ્પીકરના વધુ ડેસીબલ અવાજ નોંધાયા છે ત્યા પોલીસને સાથે રાખીને તાત્કાલિક ગરબા બંધ કરાવી દીધા છે. વેરાવળમાં જે ગરબા માટે ફરિયાદ થઇ ત્યા પણ તપાસ કરાઇ છે, ત્યા મમતા હોસ્પિટલ નજીક 58 થી 60 ડેસીમલ અવાજ નોંધાયો હતો.'

નવરાત્રિમાં લાઉડ સ્પીકરના ઘોંઘાટ પર ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, 'હોસ્પિટલની નજીક ધીમા અવાજે પણ લાઉડ સ્પીકર ના વગાડવા જોઇએ.' કોર્ટે અરજદારને એવી ટકોર કરી હતી કે, 'તમે જાતે તપાસ કરો અને જો વધુ અવાજ જણાય તો સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)ને તરત જાણ કરજો.'

કોર્ટે GPCBને પણ આદેશ કર્યો છે કે, અરજદાર જાણ કરે તરત તે જગ્યા પર જઇને પગલા લેવાના રહેશે. કોર્ટે સરકારને એવી સૂચના આપી છે કે, લોકો સહન ના કરી શકે તેવા અવાજ ના હોવા જોઇએ.

સરકાર પાસે 3 દિવસમાં રિપોર્ટ માગ્યો

GPCBએ એવી રજૂઆત કરી હતી કે, 'અમે એવું નથી કહેતા કે અવાજનું પ્રદૂષણ નથી હોતું, પરતું નિર્ધારિત કરેલા અવાજ કરતા થોડો વધારે હોય છે.' અરજદારે સરકારની રજૂઆતની વાત ખોટી ગણાવતા એવી દલીલ કરી હતી કે, 'ગરબા 12 વાગ્યા સુધી નહીં પરંતુ 2 વાગ્યા સુધી ચાલે છે.' જેને લઈને કોર્ટે એવી ટકોર કરી હતી કે, 'લાઉડ સ્પીકરની જગ્યા પણ બદલવી જોઇએ. સ્થળ પર જઇને અવાજના ડેસીમલ તપાસવાના રહેશે. અવાજની માત્રા સહન થઇ શકે તેટલી રાખવી પડે.' સરકારે દલીલ કરી કે, 'શેરી ગરબામાં લાઉડ સ્પીકર વગાડતા નથી.' જો કે, કોર્ટે સરકાર પાસે 3 દિવસમાં રિપોર્ટ માગ્યો છે.