Ahmedabad

71 વર્ષના વૃદ્ધથી માંડીને યુવાનો પત્તા રમતા હતા! અમદાવાદમાં દિવાળી ટાણે 21 જુગારી રંગેહાથ ઝડપાયા

By GS Team
7 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ઘાંચીની ચાલી ખાતે PCB ટીમે દરોડો પાડી 21 જુગારીઓને ઝડપી પાડ્યા. અચાનક કાર્યવાહીથી નાસભાગ મચી હતી. પોલીસે રોકડ, 18 મોબાઈલ સહિત કુલ રૂ. 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 32 થી 71 વર્ષના આરોપીઓ અમદાવાદ સહિત અન્ય જિલ્લાના રહેવાસી છે. જુગારધામ ચલાવનાર અલ્પેશ ઉર્ફે ટોનો પટેલ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

71 વર્ષના વૃદ્ધથી માંડીને યુવાનો પત્તા રમતા હતા! અમદાવાદમાં દિવાળી ટાણે 21 જુગારી રંગેહાથ ઝડપાયા

Raid on gambling in Ahmedabad : અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ઘાંચીની ચાલી ખાતે પીસીબી (PCB)ની ટીમે દરોડો પાડી જુગાર રમતા 21 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસની અચાનક કાર્યવાહીને પગલે જુગારીઓમાં નાસભાગ મચી હતી. રેડ દરમિયાન રોકડ, મોબાઈલ સહિત કુલ રૂ.1.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પીસીબી (PCB)ની ટીમ જુગારધામ પર ત્રાટકી

મળતી માહિતી પ્રમાણે, ઘાંચીની ચાલીના એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો હોય તેવી બાતમી મળતા પીસીબી (PCB)ની ટીમે ત્યાં પહોંચી અચાનક રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસે રૂ.39,550 રોકડા, રૂ.1.44 લાખની કિંમતના 18 મોબાઈલ, રમવાના પત્તા, જુગારના ચોપડા, કેલ્ક્યુલેટર અને આ પ્રવૃત્તિ માટે વપરાયેલ ફર્નિચર સાથે કુલ અંદાજીત રૂ.1.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જપ્ત કરાયેલી વસ્તુઓમાં 318 છૂટા રમવાના પત્તા, 34 પત્તાના પેકેટ અને રમવાના પત્તાના 432 પેકેટ તેમજ 2 નોટપેડ, હસ્તલિખિત જુગારના પોઈન્ટ ધરાવતી 47 સ્લિપ, 3 કેલ્ક્યુલેટર, 4 ટેબલ અને 17 ખુરશીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ અને અન્ય જિલ્લાના 32 થી 71 વર્ષના શખ્સો

ધરપકડ કરાયેલા 21 આરોપીઓની ઉંમર 32 થી 71 વર્ષની વચ્ચે છે અને તેઓ અમદાવાદ તેમજ પાલનપુર, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને ખેડા જિલ્લા સહિત ગુજરાતના અન્ય વિસ્તારોના રહેવાસી છે.

  • ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ
  • કમલેશ ઉર્ફે કમલેશ ભૈયા શર્મા (ઉં.વ. 69)
  • અજરૂદ્દીન નાગોરી (ઉં.વ. 41)
  • યુવરાજ બારોટ (ઉં.વ. 44)
  • બકુલ પટેલ (ઉં.વ. 65)
  • હાકુભાઈ સોલંકી (ઉં.વ. 50)
  • વિજય દેસાઈ (ઉં.વ. 46)
  • રફીક કાસમાણી (ઉં.વ. 61)
  • મુકેશ ત્રિવેદી (ઉં.વ. 66)
  • સ્નેહલ બારોટ (ઉં.વ. 60)
  • ઈમરાન નાગોરી (ઉં.વ. 48)
  • જયેશ પટેલ (ઉં.વ. 55)
  • નિતિન પટેલ (ઉં.વ. 71)
  • મોહમ્મદ આસિફ અંસારી (ઉં.વ. 45)
  • ઝહીર શેખ (ઉં.વ. 50)
  • નિસાર કુરેશી (ઉં.વ. 50)
  • મોહસિનખાન પઠાણ (ઉં.વ. 45)
  • વિજયસિંહ દરબાર (ઉં.વ. 45)
  • મોહમ્મદ અજરૂદ્દીન કાઝી (ઉં.વ. 39)
  • મોહમ્મદ સોયેલ શેખ (ઉં.વ. 32)
  • મોહિત ચોરસિયા (ઉં.વ. 33)
  • બડાભાઈ મીના (ઉં.વ. 52)

જુગારધામ ચલાવનાર આરોપી ફરાર

કેસમાં સૌથી મહત્વની બાબત એ છે કે, આ જુગારધામ ચલાવનાર આરોપી અલ્પેશ ઉર્ફે ટોનો પટેલ રેડ પડતાની સાથે જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સરસપુર પોલીસ ચોકી નજીક કડિયાવાડનો રહેવાસી છે અને તે લિસ્ટેડ આરોપી છે. સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.