Ahmedabad

અમદાવાદ ફાયર NOC લાંચ કેસ: CFO અમિત ડોંગરે અને મળતિયાઓ સામે ACBએ તપાસ શરૂ કરી, વોટ્સએપ ચેટ રિકવર કરાશે

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં ફાયર NOC મુદ્દે લાંચ માંગવાના કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વહીવટદાર ભાવસિંહ ઝાલા વિરુદ્ધ ACBએ તપાસ તેજ કરી છે. ACB ડોંગરેના સંપર્કમાં રહેલા ફાયર સેફ્ટી ઓફિસરો અને સાધનોના સપ્લાયર્સના નિવેદન નોંધશે. શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો અને ડોંગરેના મોબાઇલ ફોન ડેટાની પણ ઊંડાણપૂર્વક તપાસ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ફાયર NOC લાંચ કેસ: CFO અમિત ડોંગરે અને મળતિયાઓ સામે ACBએ તપાસ શરૂ કરી, વોટ્સએપ ચેટ રિકવર કરાશે

Ahmedabad Fire Brigade: અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર સામે ફાયર NOC ઇસ્યુ કરવાના બદલામાં લાંચ માંગવાના મામલે ACBએ તપાસ શરૂ કરી છે. જેમાં અમિત ડોંગરેના સંપર્કમાં રહેલા ફાયર સેફ્ટી ઓફિસરોના ડેટાના આધારે તમામની પૂછપરછ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના અનુસંધાનમાં પણ પુરાવા એકત્ર કરવામાં આવશે.

ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલા સામે ફાયર NOC ઇસ્યુ કરવાના કેસમાં ACBને અમિત ડોંગરેના સંપર્કમાં રહેલા ફાયર સેફ્ટી ઓફિસરોની વિગતો મળી છે. જે અનુસંધાનમાં ACB તમામ અધિકારીઓને નિવેદન આપવા બોલાવીને પૂછપરછ કરશે અને નાણાકીય વ્યવહારો અંગે તપાસ હાથ ધરશે. આ ઉપરાંત, ફાયર સેફ્ટી સાધનોના સપ્લાયર્સના નિવેદનો પણ નોંધવામાં આવશે. જો તેમાં કોઈ શંકાસ્પદ વ્યવહાર કે અન્ય માહિતી સામે આવશે, તો તે આધારે આગળની કાર્યવાહી કરાશે. સાથોસાથ શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના પુરાવા પણ એકત્ર કરવામાં આવશે.

ખાસ કરીને અમિત ડોંગરે દ્વારા ઉપયોગમાં લેવાતો મોબાઇલ ફોન પણ ACBની તપાસ માટે મહત્વનો સાબિત થઈ શકે તેમ છે. જે અંગે હાલ તપાસ ચાલી રહી છે. અમિત ડોંગરે પોતાના મળતિયાઓ કે અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે વોટ્સએપ કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા કે કેમ, તે ડેટા પણ રિકવર કરવા માટે એક્સપર્ટની મદદ લેવામાં આવશે.