Ahmedabad

VIDEO| અમદાવાદ: બગોદરા પાસે ગણપતિ વિસર્જન બાદ નહાવા પડેલા 2 કિશોર ડૂબ્યા, એકનો આબાદ બચાવ, બીજાની શોધખોળ

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના બગોદરા પાસે ગણેશ વિસર્જન બાદ તળાવમાં નહાવા પડેલા 2 કિશોરો ડૂબ્યા. મહાવીર ચૌહાણનો આબાદ બચાવ થયો, પરંતુ હર્ષરાજસિંહ ચૌહાણ ગુમ થતાં SDRF દ્વારા શોધખોળ ચાલુ છે. આ કરૂણાંતિકાથી સ્થાનિકોમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદ: બગોદરા પાસે ગણપતિ વિસર્જન બાદ નહાવા પડેલા 2 કિશોર ડૂબ્યા, એકનો આબાદ બચાવ, બીજાની શોધખોળ

Ganesh Visarjan Drowning Incident: ગણેશ ઉત્સવના પાવન પર્વ પર એક તરફ શ્રદ્ધાળુઓ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે વિસર્જન કરી રહ્યા છે, તો બીજી તરફ અમદાવાદના બગોદરા પાસે વિસર્જન બાદ તળાવમાં નહાવા પડેલા બે કિશોરોમાંથી એક ગુમ થતાં SDRF દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે.

બગોદરા પાસે ગણપતિ વિસર્જન બાદ કરૂણાંતિકા!

અમદાવાદના બાવળાના બગોદરા શિયાળ રોડ પર આવેલા તળાવમાં ગણપતી પધરાવી નહાવા પડેલા બે કિશોરો ડૂબ્યા હતા. કિશોર ડૂબ્યાની જાણ થતાં SDRFની ટીમ અને સ્થાનિક પોલિસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

Gujarat Samachar - 2026-09-25T185052.190.jpg

નહાવા પડેલા 2 કિશોર ડૂબ્યા

ડૂબવાની ઘટનામાં મહાવીર ગંભુભાઈ ચૌહાણ નામના કિશોરને તરતા આવડતું હોવાથી તેનો આબાદ બચાવ થયો છે, જ્યારે હર્ષરાજસિંહ વિજયસિંહ ચૌહાણ પાણીમાં ગરકાવ થતાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા. બંને કિશોર બગોદરાના રહેવાસી હોવાનું જણાય છે.