Ahmedabad

અમદાવાદ-મુંદ્રા વચ્ચે આજથી સીધી ફ્લાઇટ, અઠવાડિયામાં 3 દિવસ સેવા, જાણો શિડ્યુલ

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ અને મુંદ્રા વચ્ચે આજથી સીધી હવાઈ સેવા શરૂ થઈ છે. સ્ટાર એર દ્વારા અદાણી ગ્રૂપના સહયોગથી શરૂ કરાયેલી આ ફ્લાઈટ વેપારીઓ માટે ખુબ ઉપયોગી બનશે. અઠવાડિયામાં 3 દિવસ, સોમવાર, બુધવાર અને શુક્રવારે આ સેવા ઉપલબ્ધ રહેશે. અમદાવાદથી સવારે 6:40 વાગ્યે ઉપડીને 7:30 વાગ્યે મુંદ્રા પહોંચશે, જ્યારે સાંજે 18:40 વાગ્યે મુંદ્રાથી ઉપડી 19:30 વાગ્યે અમદાવાદ પરત ફરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-મુંદ્રા વચ્ચે આજથી સીધી ફ્લાઇટ, અઠવાડિયામાં 3 દિવસ સેવા, જાણો શિડ્યુલ

Ahmedabad Mundra flight: ગુજરાતના બે મુખ્ય આર્થિક કેન્દ્રો અમદાવાદ અને મુંદ્રા વચ્ચે આજથી સીધી હવાઈ કનેક્ટિવિટી શરૂ થઈ છે. સ્ટાર એર દ્વારા અદાણી ગ્રૂપના સહયોગથી શરૂ કરાયેલી આ સેવા વેપાર, ઉદ્યોગ અને મુસાફરી માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. ખાસ કરીને અમદાવાદના વેપારીઓ અને મુંદ્રા પોર્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માટે બંને સ્થળો વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.

અઠવાડિયામાં 3 દિવસ ફ્લાઇટનું સંચાલન

સ્ટાર એર દ્વારા આ રૂટ પર અઠવાડિયામાં 3 દિવસ એટલે કે સોમવાર, બુધવાર અને શુક્રવારે ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. ફ્લાઇટ S5 628 અમદાવાદથી સવારે 6:40 વાગ્યે ઉપડીને 7:30 વાગ્યે મુંદ્રા પહોંચશે. જ્યારે પરત ફરતી ફ્લાઇટ S5 629 મુંદ્રાથી સાંજે 18:40 વાગ્યે ઉપડીને 19:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ નવી ફ્લાઇટની ટિકિટો સ્ટાર એરની વેબસાઇટ તથા અન્ય અગ્રણી ટ્રાવેલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

WhatsApp Image 2026-08-17 at 7.45.24 PM.jpeg

મુંદ્રા પોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી

મુંદ્રા દેશના સૌથી મોટા ખાનગી બંદરોમાંનું એક છે, જે ગુજરાતના ઔદ્યોગિક તથા લોજિસ્ટિક્સ નેટવર્કનું એક મહત્વનું કેન્દ્ર છે. બીજી તરફ, અમદાવાદ વેપાર, નાણાં, શિક્ષણ અને ઉદ્યોગનું મુખ્ય હબ હોવાથી બંને શહેરો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થવાથી વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોને મુસાફરી માટે વધુ ઝડપી વિકલ્પ મળશે.

WhatsApp Image 2026-08-17 at 7.45.23 PM (1).jpeg

32 શહેરોમાં સ્ટાર એરની કનેક્ટિવિટી

સ્ટાર એર દ્વારા જણાવ્યા મુજબ, કંપની હાલમાં દેશના 32 સ્થળોને હવાઈ માર્ગે જોડે છે અને તેની પાસે 8 Embraer E175 વિમાનોનો કાફલો છે. આગામી 36 મહિનામાં આ કાફલાને વધારીને 25 વિમાનો સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે.

ફ્લાઇટનો રૂટ, સમય અને દિવસ

  • S5 628: અમદાવાદ–મુંદ્રા: 6:40–7:30: સોમ, બુધ, શુક્ર
  • S5 629: મુંદ્રા–અમદાવાદ: 18:40–19:30: સોમ, બુધ, શુક્ર