અમદાવાદ વટવાની ખાનગી હોસ્પિટલની કચરાપેટીમાંથી મૃત ભ્રૂણ મળ્યું, પોલીસે તપાસ શરૂ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના વટવા ગામ નજીક આવેલી કાશીબા સરકારી હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે મૂકવામાં આવેલી કચરાપેટીમાંથી 23મી ઓક્ટોબરના રોજ સવારે ચાર માસનું મૃત ભ્રૂણ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલની મહિલા સિક્યોરિટી ગાર્ડની નજર પડતાં તેણે તાત્કાલિક હોસ્પિટલ સત્તાધીશો તેમજ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી વટવા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી પંચનામા સહિતની કાર્યવાહી કરી અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વટવામાં પરિવાર સાથે રહેતા અને કાશીબા હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય હીના પટેલ 23મી ઓક્ટોબરના રોજ સવારે સાત વાગ્યે રાબેતા મુજબ હોસ્પિટલ પહોંચ્યા હતા. દરમિયાન સાફ-સફાઈ કરી રહેલા કર્મચારીએ ચા લાવવાનું કહેતાં હીનાબેન ચા લેવા બહાર જઈ રહ્યા હતા. આ સમયે હોસ્પિટલના દરવાજા પાસે મુકેલા વાદળી કલરના ડસ્ટબિન પર તેમની નજર પડી હતી. શંકા જતાં ડસ્ટબિનમાં જોતાં અંદર આશરે ચાર માસનું નવજાત શિશુ મૃત હાલતમાં પડેલું મળી આવ્યું હતું.
તેણે તાત્કાલિક હોસ્પિટલના સત્તાધીશોને જાણ કર્યા બાદ 112 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ વટવા પોલીસ મથકની ટીમ કાશીબા હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મૃત ભ્રૂણનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે વટવા પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




