Ahmedabad

દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલા વિવાદ: ચાર ગીતો ગાવા પર પ્રતિબંધની માંગ

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 21 નવેમ્બરે યોજાનાર દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા ગીતોને લઈને વિવાદ ઉભો થયો છે. જિલ્લા બાળ સુરક્ષા એકમે પોલીસ કમિશનરને પત્ર લખી 'દારૂ, નશીલા પદાર્થો અને હથિયારો' ને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માંગ કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં બાળકોના પ્રવેશ, તીવ્ર અવાજ અને ફ્લેશિંગ લાઈટ્સ અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલા વિવાદ: ચાર ગીતો ગાવા પર પ્રતિબંધની માંગ

Diljit Dosanjh Ahmedabad Concert Controversy : પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંજના અમદાવાદ ખાતે યોજાનાર લાઈવ કોન્સર્ટ પહેલા જ ગીતોને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. શુક્રવારે જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU) દ્વારા આ કાર્યક્રમ અંગે અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં કોન્સર્ટ દરમિયાન દારૂ, નશીલા પદાર્થો અને હથિયારોને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની માંગ કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરે યોજાશે કોન્સર્ટ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 21 નવેમ્બર 2026ના રોજ દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે. ચંદીગઢના રહેવાસી ડો. પંડિતરાવ ધરેન્નાવરે આ કાર્યક્રમ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે DCPU પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે.

પત્રમાં ચાર વિવાદાસ્પદ ગીતોના નામનો કરાયો ઉલ્લેખ

DCPU દ્વારા લખવામાં આવેલા પત્રમાં ખાસ કરીને ચાર ગીતોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ ગીતોમાં 'પટિયાલા પેગ', '5 તારા ઠેકે', 'જીભ વિચોં અફીમ લભિયા' અને 'જટ્ટ ઉઠે ફાયર કરદા જિત્થે પાબંદી હથિયારાં દી' જેવા ગીતોનો સમાવેશ થાય છે, જેના પર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરાઈ છે.

ગીતોના બોલ બદલીને રજૂ કરવા સામે પણ વ્યક્ત કરાયો વિરોધ

પત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે કોન્સર્ટ દરમિયાન દારૂ, ડ્રગ્સ અને હથિયારોને પ્રોત્સાહન આપતા કોઈપણ ગીતો ગાવામાં ન આવે. DCPUનું કહેવું છે કે જો આ ગીતોના શબ્દો બદલીને પણ સ્ટેજ પર રજૂ કરવામાં આવે, તો પણ બાળકો અને યુવાનોના માનસ પર તેની ખરાબ અસર પડી શકે છે.

બાળકોની એન્ટ્રી, વધુ પડતો અવાજ અને ફ્લેશિંગ લાઈટ્સ અંગે ચિંતા

પત્રમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે કે આ કોન્સર્ટમાં 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, 120 ડેસિબલથી વધુ તીવ્ર અવાજ અને ઝડપથી બદલાતી ફ્લેશિંગ લાઈટ્સને લઈને પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. DCPUએ પોલીસ કમિશનર પાસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેના પર પોલીસ કમિશનરે જણાવ્યું છે કે સરકાર સાથે વાતચીત કર્યા બાદ લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.