અમદાવાદ રેલવે પોલીસની સરાહનીય કામગીરી, રિક્ષામાં ભૂલાયેલી રૂ.3 લાખની રોકડ ભરેલી બેગ માલિકને સોંપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Railway Police: અમદાવાદ રેલવે પોલીસે સરાહનીય અને ઝડપી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડતાં ઓટો રિક્ષામાં ભૂલાઈ ગયેલી રૂપિયા 3 લાખની રોકડ ભરેલી બેગ ગણતરીના કલાકોમાં શોધી કાઢીને મૂળ માલિકને પરત સોંપી છે.
CCTVથી રિક્ષાની ઓળખ કરી
મળતી માહિતી મુજબ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ભાઈલાલભાઈ મુંબઈ જવા માટે કાલુપુર અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન ઉતાવળમાં તેની 3 લાખ રૂપિયાની રોકડ ધરાવતી હેન્ડબેગ ઓટો રિક્ષામાં જ રહી ગઈ હતી. બેગ રિક્ષામાં રહી ગયાની જાણ થતાં જ ભાઈલાલભાઈએ તુરંત અમદાવાદ રેલવે પોલીસ (GRP)નો સંપર્ક કર્યો હતો. બનાવ અંગેની જાણ થતાં રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
પોલીસ ટીમે સ્ટેશન પરિસરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરા અને સર્વેલન્સ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સમયમાં જ રિક્ષાની ઓળખ કરી લીધી હતી. ત્યારબાદ રિક્ષાચાલકનો સંપર્ક કરીને રોકડ ભરેલી બેગ સલામત રીતે મેળવી લેવામાં આવી હતી. તમામ જરૂરી ખાતરી અને ચકાસણી કર્યા બાદ પોલીસે રૂપિયા 3 લાખ ધરાવતી બેગ તેના મૂળ માલિક ભાઈલાલભાઈને પરત સોંપી હતી.




