Ahmedabad

ક્લાસ-4 ના કર્મચારીઓને 7000 રૂપિયા બોનસ ચૂકવાશે, AMC એ આપી 'દિવાળીની ભેટ'

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
રાજ્ય સરકારના પગલે અમદાવાદ મ્યુનિ. દ્વારા વર્ગ-4ના 16,800 કર્મચારીઓને દિવાળી ભેટ તરીકે રૂ.7 હજારનું બોનસ અપાશે. આ માટે મ્યુનિ. 12 કરોડનો ખર્ચ કરશે. બોનસ મેળવવા કર્મચારીએ 2025-26માં ઓછામાં ઓછા 6 મહિના કામ કરેલું હોવું ફરજિયાત છે. દૈનિક વેતનદારો માટે 240 દિવસની શરત રખાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્લાસ-4 ના કર્મચારીઓને 7000 રૂપિયા બોનસ ચૂકવાશે, AMC એ આપી 'દિવાળીની ભેટ'

Bonus for Class-4 Employees : રાજ્ય સરકાર બાદ હવે અમદાવાદ મ્યુનિ. દ્વારા પણ વર્ગ-4ના કર્મીઓને દિવાળી ભેટ તરીકે રૂ.7 હજારનું બોનસ ચૂકવવામાં આવશે. જો કે બોનસ મેળવવા માટે કર્મચારીએ વર્ષ 2025-26માં ઓછામાં ઓછા સળંગ 6 મહિના સુધી કામ કરેલું હોવું જોઈએ.

વર્ગ-4ના કર્મીઓની સુધરશે દિવાળી

રાજ્ય સરકાર દ્વારા 2 નવેમ્બરના રોજ વર્ગ-4ના કર્મચારીઓ માટે રૂ.7 હજાર સુધીના એડહોક બોનસની જાહેરાત કરાઈ હતી. તેવામાં 3 નવેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિ. દ્વારા પણ વર્ગ-4ના 16,800 જેટલા કર્મચારીઓને રૂ.7 હજાર બોનસ ચૂકવવાનો નિર્ણય કરાયો છે. જેના માટે મ્યુનિ. 12 કરોડનો ખર્ચ કરશે.

કામ કરેલા દિવસોના આધારે બોનસ

જો કે બોનસ માટે અમુક શરત નક્કી કરાઈ છે. વર્ષ 2025-26 દરમિયાન કર્મચારીએ સળંગ 6 મહિના સુધી કામ કરેલું હોવું જોઈએ. જ્યારે રોજિંદા દરના કર્મચારીએ વર્ષમાં ઓછામાં ઓછા 240 દિવસ એટલે 8 મહિના સુધી કામ કર્યું હોવું જરૂરી છે. બોનસની ગણતરી કામ કરેલા દિવસોના આધારે કરાશે. વર્ષ દરમિયાન અમુક દિવસો માટે સસ્પેન્ડ થયેલા કર્મીઓને તેટલો સમય બાદ કરતા કામના દિવસો મુજબ બોનસ ચૂકવાશે. પાર્ટાઈમ કર્મીઓ પૈકી જેમને દર વર્ષે ઈન્ક્રીમેન્ટ મળતું હોય તેમને પણ બોનસનો લાભ મળશે.