Ahmedabad

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: વડોદરામાં રાજધાની ટ્રેક પર તમામ 14 પોર્ટલ બીમનું જટિલ એન્જિનિયરિંગ કામ પૂર્ણ

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડોદરામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યો છે. વ્યસ્ત દિલ્હી-મુંબઈ રાજધાની મેઈન લાઇન રેલવે ટ્રેક પર 14 પોર્ટલ બીમ સફળતાપૂર્વક સ્થાપિત કરાયા છે. આનાથી વડોદરાના રેલવે નેટવર્ક સાથે હાઈ-સ્પીડ કોરિડોરના વાયાડક્ટને જોડવામાં મદદ મળશે. આ 8.3 કિલોમીટરનો જટિલ રૂટ ગીચ વિસ્તારો અને 5 રેલવે લાઈનોને ક્રોસ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: વડોદરામાં રાજધાની ટ્રેક પર તમામ 14 પોર્ટલ બીમનું જટિલ એન્જિનિયરિંગ કામ પૂર્ણ

Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે વડોદરા ક્ષેત્રમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સરાહનીય પડાવ પાર કર્યો છે. દેશના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ એવા દિલ્હી-મુંબઈ રાજધાની મેઈન લાઈનના રેલવે ટ્રેક ઉપર તમામ 14 પોર્ટલ બીમ સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. આ સિદ્ધિ સાથે વડોદરાના પ્રવર્તમાન રેલવે નેટવર્ક સાથે હાઈ-સ્પીડ બુટેલ ટ્રેન કોરિડોરના વાયાડક્ટને જોડવાની કામગીરીમાં મોટો ઉછાળો આવશે.

જટિલ અને પડકારજનક રૂટ પર આધુનિક એન્જિનિયરિંગ

વડોદરામાંથી પસાર થતો બુલેટ ટ્રેનનો આ ભાગ અંદાજે 8.3 કિલોમીટર લાંબો છે. આ સમગ્ર રૂટ ગીચ વસ્તીવાળા વિસ્તારો અને અત્યંત વ્યસ્ત રેલવે નેટવર્કની વચ્ચેથી પસાર થાય છે. જ્યા બુલેટ ટ્રેન કોરિડોરે ભારતીય રેલવેની મુખ્ય બે લાઈનો સહિત કુલ પાંચ રેલવે લાઈનોને ક્રોસ કરવી પડે છે.

અહીં બુલેટ ટ્રેનનો ટ્રેક દિલ્હી-મુંબઈ રાજધાની મેઈન લાઈનને ત્રાંસી (ડાયાગોનલી) રીતે ક્રોસ કરતો હોવાથી, ટ્રેક પરથી પસાર થતી ટ્રેનો માટે યોગ્ય ક્લિયરન્સ જળવાઈ રહે અને રેલવે વ્યવહારમાં કોઈ જ ખલેલ ન પહોંચે તે માટે ખાસ ડિઝાઈન કરેલા સ્ટ્રક્ચર્સ તૈયાર કરવા જરૂરી હતા.

14 પોર્ટલ બીમ ભૂગોળ અને ટેકનિકલ વિગતો

દિલ્હી-મુંબઈ રાજધાની લાઈન પર તૈયાર કરવામાં આવેલા 14 પોર્ટલ બીમમાંથી વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વચ્ચે 10 પોર્ટલ બીમ અને વડોદરા રેલવે સ્ટેશન અને છાયાપુરી રેલવે સ્ટેશન વચ્ચે 4 પોર્ટલ બીમ છે.

હવે આ 14 પોર્ટલ બીમના મજબૂત આધાર પર રાજધાની મેઇન લાઇનના ક્રોસિંગ પર અંદાજે 40 મીટર લાંબા કમ્પોઝિટ ગર્ડર્સ મૂકવામાં આવશે, જ્યારે બાકીના ભાગોમાં સ્પાન-બાય-સ્પાન (SBS) ટેક્નોલોજીથી વાયાડક્ટ તૈયાર કરવામાં આવશે.

1500 ટન વજન ધરાવતા બીમનું સ્થળ પર કાસ્ટિંગ

ચાલુ રેલવે નેટવર્ક અને જગ્યાની ભારે અછતના કારણે સામાન્ય પ્રીકાસ્ટ લોન્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરવો શક્ય નહોતો. દરેક પોર્ટલ બીમનું વજન તૈયાર થયા બાદ આશરે 1500 ટન જેટલુ હોવાથી તમામ બીમનું કાસ્ટ ઈન સિટુ એટલે કે સ્થળ પર જ ક્રોંક્રિટ કાસ્ટિંગ કરીને નિર્માણ કરવામાં આવ્યું છે. આ સફળ કામગીરીથી બુટેલ ટ્રેન કોરિડોરનું સૌથી જટિલ ગણાતુ સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ગયું છે.