સરસપુર રખિયાલમાં RDPની રોડલાઇનમાં આવતા 83 બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદના ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડમાં રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન (RDP) ની રોડલાઇનમાં આવતા બાંધકામો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા સુધીના આશરે 700 મીટર લાંબા માર્ગ પર 30.50 મીટરની રોડલાઇનમાં આવતા કુલ 83 બિનરહેણાંક બાંધકામો સામે તંત્ર દ્વારા તોડકામ હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ ડિમોલિશન
RDP ના અમલીકરણ દરમિયાન કોઈપણ પ્રકારનો વિરોધ કે અડચણ ઊભી ન થાય તે માટે સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કામગીરી પાર પાડવામાં આવી હતી. રોડલાઇનમાં બાધરૂપ બનતા બિનરહેણાંક બાંધકામો દૂર કરીને આ માર્ગને RDP મુજબ પહોળો અને વિકસિત કરવાની દિશામાં કોર્પોરેશને મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.
લાલ દરવાજા વિસ્તારમાં પણ દબાણો હટાવાયા
આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા જિલ્લા પંચાયત કચેરી સામેના દબાણો પણ સઘન રીતે દૂર કરવામાં આવ્યા છે. અહીં પાથરણા પાથરીને વેપાર કરતા પાથરણાવાળાઓ સામે કાર્યવાહી કરીને તેમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. શહેરમાં RDP ની રોડલાઇનના અમલીકરણની સાથે-સાથે જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પરના દબાણો સામે પણ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ વધુ તેજ કરવામાં આવી છે.




