Ahmedabad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી રાહત: 10 વર્ષ પછી ફેમિલી મેડિસિન વિભાગ શરૂ અને ટોકન સિસ્ટમ લાગુ

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 10 વર્ષથી બંધ ફેમિલી મેડિસિન વિભાગ ફરી શરૂ થયો છે. સામાન્ય તાવ-શરદીની સારવાર માટે હવે સ્પેશિયાલિસ્ટ પાસે નહીં જવું પડે. દરરોજ આવતા 3500-4000 દર્દીઓ માટે કેસ બારીઓ 12 કરાઈ છે. ફોલો-અપ દર્દીઓ સાંજે આવશે. બિલિંગ કાઉન્ટર 2 અને લેબ રિપોર્ટ વોટ્સએપ પર મળશે. ટોકન સિસ્ટમ પણ લાગુ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી રાહત: 10 વર્ષ પછી ફેમિલી મેડિસિન વિભાગ શરૂ અને ટોકન સિસ્ટમ લાગુ

Ahmedabad Civil Hospital Token System : અમદાવાદના અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી અને ખાંસી જેવી સામાન્ય બિમારીઓની સારવાર માટે 10 વર્ષથી બંધ રહેલો ફેમિલી મેડિસિન વિભાગ આખરે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ આ પ્રકારની સામાન્ય સારવાર માટે પણ દર્દીઓએ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પાસે જવું પડતું હતું, પરંતુ હવે તબીબોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને આ વિભાગ શરૂ થવાથી સામાન્ય દર્દીઓને મોટી રાહત મળશે.

દરરોજ 3500 થી 4000 દર્દીઓની ભીડ ઘટાડવા કેસ બારીઓ વધી

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ અંદાજે 3500 થી 4000 દર્દીઓ સારવાર માટે આવે છે. કેસ કઢાવવા માટે લાંબી કતારો ન લાગે તે માટે કેસ બારીઓની સંખ્યા વધારીને 12 કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સવારના સમયે દર્દીઓનો ભારે ધસારો થતો હોવાથી હવે ફોલો-અપ માટે આવતા દર્દીઓને ફરજિયાતપણે સાંજના સત્રમાં બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિલિંગ કાઉન્ટરની સંખ્યા પણ 1 થી વધારીને 2 કરાઈ છે.

ટોકન સિસ્ટમ અને વોટ્સએપ પર લેબ રિપોર્ટની સુવિધા

હોસ્પિટલમાં દર્દીઓની કતારોને નિયંત્રિત કરવા માટે તમામ વિભાગોમાં ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેથી દર્દીઓને પોતાનો વારો ક્યારે આવશે તેની ચોક્કસ માહિતી મળી રહે. ટેક્નોલોજીનો ઉપયોગ વધારતા હવે દર્દીઓને તેમના લેબ રિપોર્ટ સીધા વોટ્સએપ પર મોકલવામાં આવશે અને તેઓ એક જ સાથે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે. સેમ્પલ કલેક્શન કાઉન્ટર પણ ઓપીડીમાં વધારીને 5 અને 1200 બેડ હોસ્પિટલમાં વધારીને 4 કરી દેવાયા છે.