Ahmedabad

ભાવનગરમાં પોલીસ સ્ટેશનમાં એક જ મહિલા સામે 300 કેસ, એસપીને ગુજરાત હાઇકોર્ટનું તેડું

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે ભાવનગરમાં એક મહિલા આરોપી સામે 300થી વધુ ગુનાઓ નોંધાયા હોવા છતાં, કેસની ટ્રાયલ ફરી શરૂ કરવાની પોલીસની અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ નિખિલ કરેઇલે ભાવનગર SPને વર્ચ્યુઅલી હાજર રાખી પૂછ્યું કે, 13 સાક્ષીઓની જુબાની પછી ટ્રાયલ અટકાવવા અને નવેસરથી શરૂ કરવા પાછળ પોલીસનો કોઈ અલગ ઇરાદો છે? કોર્ટે 6 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં પોલીસ સ્ટેશનમાં એક જ મહિલા સામે 300 કેસ, એસપીને ગુજરાત હાઇકોર્ટનું તેડું

Gujarat High Court: ભાવનગરના એક જ પોલીસ સ્ટેશનમાં એક મહિલા આરોપી જેની સામે 300 કરતા વધુ ગુના નોંધાયા છે તે કેસની ટ્રાયલ ફરી શરૂ કરવા થયેલી અરજીમાં હાઇકોર્ટ નારાજગી દર્શાવી હતી. આ કેસની સુનાવણીમાં ભાવનગરના એસપીને વર્ચ્યુઅલ હાજર રહેવું પડ્યું હતું. જસ્ટિસ નિખિલ કરેઇલે એવો સવાલ કર્યો હતો કે, આ કેસમાં 15માંથી 13 સાક્ષીઓની જુબાની થઇ ગયા બાદ પોલીસે કેમ નવેસરથી ટ્રાયલ શરૂ કરવા અરજી કરી છે? ભાવનગરના એસપીને એવો સવાલ કર્યો હતો કે માત્ર બે વ્યકિતની જુબાની બાકી રહી, ત્યારે જ ટ્રાયલ અટકાવવા કેમ અરજી કરી. શુ તેની પાછળ પોલીસનો કોઇ અગલ ઇરાદો છે. તપાસ આડા પાટે લઇ જવામાં કોને રસ છે?

ભાવનગરના એસપીને કોર્ટે એવો સવાલ કર્યો હતો કે , તમે આ કેસની માહિતીથી માહિતગાર છો? આ મહિલા આરોપી સામે એક બે નહી પણ 300 ગુના નોંધાયા છે છતા તમે નવેસરથી ટ્રાયલ કરવા અરજી કેમ કરી. તપાસનીશ અધિકારીએ અડધી ટ્રાયલ પુર્ણ થયા પછી કેમ નવેસરથી ટ્રાયલ માગી? હાઇકોર્ટે 6 મહીનામાં ટ્રાયલ પુર્ણ કરવાનો આદેશ કર્યો છે છતા તમે ટ્રાયલ પુર્ણ થવા આવી ત્યારે નવેસરથી ટ્રાયલની અરજી કરો છો? તમે જાણી જોઇને આરોપીને જામીન મળી જાય તે માટે ટ્રાયલને વિંલબમાં નાખી રહ્યા છો. એક જ મહિલા આરોપી સામે એક જ પોલીસ સ્ટેશનમાં 300 કરતા વધુ ગુના નોંધાયા છે છતા પોલીસ તેને કેમ બચાવે છે.એસપીએ ખાતરી આપી હતી કે તે આ કેસમાં અંગતપણે ધ્યાન આપશે.