દિવાળીમાં પેસેન્જરોને મોટી રાહત: અસારવાથી પ્રયાગરાજ વચ્ચે ચાલશે સાપ્તાહિક ટ્રેન, હિંમતનગર-કાનપુર સહિત 24 સ્ટેશને સ્ટોપેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asarwa Prayagraj Special Train 2026: આગામી દિવાળી પૂજા અને તહેવારોની સિઝનમાં વધતા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અસારવા અને પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન બંને દિશામાં કુલ 12 ફેરા કરશે. આ ટ્રેન શરૂ થવાથી ગુજરાતથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના વિસ્તારોમાં જતાં પેસેન્જરોને મુસાફરીમાં રાહત મળશે.
22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી અસારવાથી સેવા
ટ્રેન નંબર 04166 અસારવા–પ્રયાગરાજ સ્પેશિયલ દર ગુરુવારે સવારે 8:45 વાગ્યે અસારવાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10:35 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. આ સેવા 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી ચાલશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 04165 પ્રયાગરાજ–અસારવા સ્પેશિયલ દર બુધવારે સવારે 5 વાગ્યે પ્રયાગરાજથી ઉપડશે અને બીજા દિવસે સવારે 5:45 વાગ્યે અસારવા પહોંચશે. આ સેવા 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી ચાલશે.
આ સ્ટેશનો પર મળશે સ્ટોપેજ
ટ્રેનને બંને દિશામાં હિંમતનગર, લુસાડિયા, ડુંગરપુર, સેમારી, ઝાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપનગર, માવલી જંક્શન, ચિત્તોડગઢ (ચંદેરિયા), માંડલગઢ, બુંદી, કેશોરાયપાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સીકરી, ઈદગાહ આગ્રા, ટૂંડલા, ફિરોઝાબાદ, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ફતેહપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે.
19 ઓક્ટોબરથી ટિકિટ બુકિંગ
આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે. ટ્રેન નંબર 04166 માટેનું બુકિંગ 19 ઓક્ટોબરથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.




