Ahmedabad

અમદાવાદ: કાલુપુરમાં આંગડિયા પેઢીમાંથી 75 લાખની છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીત ઝડપાયા

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ LCB ઝોન-3 દ્વારા કાલુપુરમાં 75 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. પૃથ્વીરાજ કોઠારીના નામે ખોટી ઓળખ આપી આંગડિયા પેઢીમાંથી પૈસા પડાવનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓની ધરપકડ થઈ છે. મુખ્ય આરોપી મોડસિંગ પર 20થી વધુ ગુના નોંધાયા છે. પોલીસે 25 લાખ રોકડા અને મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કાલુપુરમાં આંગડિયા પેઢીમાંથી 75 લાખની છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીત ઝડપાયા

Ahmedabad Crime News: અમદાવાદમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-3 દ્વારા કાલુપુરમાં થયેલી એક છેતરપિંડીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પૃથ્વીરાજ કોઠારીના નામે ખોટી ઓળખ આપીને આંગડિયા પેઢીમાંથી 75 લાખ રૂપિયાની રકમ પડાવી લેનાર ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ મુખ્ય આરોપી પર ભૂતકાળમાં પણ 20 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે તેમની પાસેથી લાખો રૂપિયાની રોકડ રકમ અને મોબાઈલ ફોન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફોન પર ખોટી ઓળખ આપી રચ્યો હતો ઠગાઈનો ખેલ

મળતી માહિતી અનુસાર, તેલંગાણાના હૈદરાબાદ ખાતે રહેતા રોહિતકુમાર જૈન નામના ફરિયાદીને આઠમી જુલાઈના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ પૃથ્વીરાજ કોઠારી તરીકે આપીને રોહિતકુમારને વિશ્વાસમાં લીધો હતો અને હૈદરાબાદથી અમદાવાદના કાલુપુર ખાતે 75,00,000 રૂપિયાનું આંગડિયું કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીએ પોતાના મિત્ર તરીકે અશોક જૈન અને બાબુ નામની ખોટી ઓળખ આપીને પૈસા લેવાની વ્યવસ્થા કરી હતી. રોહિતકુમારે કાલુપુરની આર. ગણેશ આંગડિયા પેઢીમાં આ રકમ મોકલાવી હતી, જે રકમ બાબુ તરીકે ગયેલા આરોપીએ મેળવી લીધી હતી અને ત્યારબાદ ત્રણેયે પોતાના ફોન બંધ કરી દીધા હતા.

પોલીસે બે આરોપીઓને દબોચ્યા

બાતમીના આધારે પોલીસે 12મી ઓગસ્ટના રોજ રાજસ્થાનના વતની મોડસિંગ ઉર્ફે વિક્રમસિંગ રાજપુરોહિત અને બનાસકાંઠાના ભરતગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે બાબુ તરીકે પૈસા લેવા જનાર ભરતગીરી હતો અને અશોક જૈન તરીકે દિલીપ વૈષ્ણવ નામનો શખસ હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 25,00,000 રૂપિયા રોકડા અને 5 મોબાઈલ ફોન મળીને કુલ 25,52,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. મુખ્ય આરોપી મોડસિંગનો મોટો ગુનાઈત ઇતિહાસ છે અને તેની સામે અગાઉ કાલુપુર, ગુજરાત યુનિવર્સિટી, સેટેલાઇટ અને વસ્ત્રાપુર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનમાં 18 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ ચોપડે નોંધાયા છે.