Ahmedabad

અમદાવાદ: નિકોલમાં SUV કારચાલકે ફૂટપાથ પર સૂતેલા માતા-પુત્રને કચડ્યા, કારમાંથી બિયરના 6 કેન મળ્યા

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નિકોલમાં SUV કાર ચાલકે બેફામ ગતિએ ફૂટપાથ પર સૂતેલા 3 લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 1 મહિલા અને 1 સગીરનું મોત થયું છે, જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર હાલતમાં છે. દેવસ્ય સ્કૂલ નજીક સર્જાયેલા આ અકસ્માત બાદ કારમાંથી બિયર કેન મળતા 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ'નો એંગલ ખુલ્યો છે. પોલીસે આરોપી વિરલ ચૌધરી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નિકોલમાં SUV કારચાલકે ફૂટપાથ પર સૂતેલા માતા-પુત્રને કચડ્યા, કારમાંથી બિયરના 6 કેન મળ્યા

Ahmedabad Nikol Fortuner Accident News : અમદાવાદના નિકોલ વિસ્તારમાં દેવસ્ય સ્કૂલ પાસે બેફામ ગતિએ આવતી ફોર્ચ્યુનર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચણીયા-ચોળીનો ધંધો કરતાં 30 વર્ષીય પૂનમબેન નગવાડીયા અને તેમના 15 વર્ષીય પુત્ર સાગરનું મોત નીપજ્યું હતું. જ્યારે કાર્તિક વસોયા અને તેમનાં પત્ની સ્નેહલબેન ઇજાગ્રસ્ત થયાં હતા. અકસ્માત સર્જનાર કારમાંથી બિયરની 6 બોટલ મળી આવતાં નિકોલ પોલીસે પણ અલગથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફૂટપાથ પર માતા-પુત્રને કચડ્યા

નિકોલમાં શેલબી હોસ્પિટલથી ડી-માર્ટ તરફ જતા રોડ પર દેવસ્ય સ્કૂલ નજીક આ અકસ્માત થયો હતો. પૂનમબેન અને તેમનો પુત્ર સાગર ફૂટપાથ પર ચણીયા-ચોળીનો ધંધો કરતા હતા. આ દરમિયાન ફોર્ચ્યુનર કારના ચાલક વિરલભાઈ સવજીભાઈ ચૌધરી (36)એ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ફૂટપાથ પર ચઢી ગઈ હતી અને ત્યાં સૂતેલા લોકોને અડફેટે લીધા હતા.અકસ્માતની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પૂનમબેન અને સાગરનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં કાર્તિકભાઈ વસોયા (34) અને તેમનાં પત્ની સ્નેહલબેન પણ ઇજાગ્રસ્ત થયાં હતાં. બંને ખરીદી માટે આવ્યાં હતાં.

કારમાંથી બિયરની 6 બોટલ મળી

અકસમાત સર્જનાર ફોર્ચ્યુનર કાર નંબર GJ-18-EF-4060ની તપાસ દરમિયાન તેમાંથી બિયરની 6 બોટલ મળી આવી હતી. આથી કારચાલકે અકસ્માત સમયે દારૂનું સેવન કર્યું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરલભાઈ ચૌધરીનું બ્લડ સેમ્પલ લઈને એફએસએલ (FSL) તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટમાં દારૂના સેવનની પુષ્ટિ થશે તો પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.

બે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

આ અકસ્માત અંગે અમદાવાદના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે નાના ચિલોડામાં શિવાલય હાઇટ્સમાં રહેતા આરોપી વિરલભાઈ ચૌધરીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારમાંથી બિયરની 6 બોટલ મળી આવતાં નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત અને દારૂના સેવનના સંભવિત એંગલથી વધુ તપાસ શરૂ કરી છે.