અમદાવાદ-સુરતે રેલવેની તિજોરી ભરી પણ સ્ટેશન પર સુવિધાના નામે મીંડું! CAG રિપોર્ટમાં ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CAG Audit Report Railways : ભારતીય રેલવે દેશના કરોડો સામાન્ય નાગરિકો માટે લાઇફલાઇન સમાન છે, પરંતુ તાજેતરમાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના ઓડિટ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 'અમૃત સ્ટેશન' ના મોટા મોટા દાવાઓ વચ્ચે રેલવે સ્ટેશનો પર મુસાફરો માટે મૂળભૂત માળખાકીય સુવિધાઓનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. વાર્ષિક Rs 530 કરોડની કમાણી કરી આપતું અમદાવાદ રેલવે સ્ટેશન અને Rs 340 કરોડની આવક રળી આપતું સુરત રેલવે સ્ટેશન પણ આ કુરચના અને દુરવ્યવસ્થાનો ભોગ બન્યા છે.
દેશના 89% સ્ટેશનો પર પંખા, પીવાનું પાણી અને શૌચાલય પણ નથી
કેગના અહેવાલ મુજબ દેશના 512 રેલવે સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી, જેમાં માલૂમ પડ્યું કે 89% સ્ટેશનો પર પંખા, વોટર કૂલર, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, બેઠક વ્યવસ્થા અને શેલ્ટર જેવી પ્રાથમિક સુવિધાઓ જ ઉપલબ્ધ નથી. માત્ર વર્ષ 2019-20 માં જ રેલવેને પ્લેટફોર્મ ટિકિટમાંથી Rs 160.87 કરોડની આવક થઈ હતી. આટલી માતબર કમાણી છતાં પ્લેટફોર્મ પર મુસાફરોને બેસવા માટે યોગ્ય જગ્યા કે પીવાનું પાણી પણ નસીબ થતું નથી.
Rs 11,478 કરોડ વણવપરાયેલા રહ્યા, ટિકિટ કેન્સલેશન પેટે Rs 6,112 કરોડ વસૂલાયા
એક તરફ સામાન્ય મુસાફરો મૂળભૂત સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ રેલવે તંત્ર કરોડો રૂપિયાનું બજેટ વાપરી શક્યું નથી. છેલ્લા 5 વર્ષમાં રેલવેને ફાળવવામાં આવેલી કુલ રકમમાંથી Rs 11,478 કરોડની રકમ વણવપરાયેલી પડી રહી છે. બીજી તરફ, ટિકિટ કેન્સલેશનના કડક નિયમો લાદીને સરકારે માત્ર 4 વર્ષના ગાળામાં મુસાફરો પાસેથી કેન્સલેશન ચાર્જ પેટે Rs 6,112 કરોડ રૂપિયા વસૂલી લીધા છે.




