Ahmedabad

અમદાવાદમાં રૂ. 400 કરોડના સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટમાં રૂ.100 કરોડનું કૌભાંડ! ટેન્ડર રદ કરવાની વિપક્ષની માગ

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 2.22 લાખ સ્ટ્રીટલાઇટના 400 કરોડના પાંચ વર્ષના મેન્ટેનન્સ ટેન્ડરમાં 100 કરોડના કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કાઉન્સિલર નિરવ બક્ષીએ જણાવ્યું કે, ચોક્કસ એજન્સીને લાભ આપવા શરતો બદલી છઠ્ઠી વખત ટેન્ડર બહાર પડાયું છે. 70-80 માર્ગો પર સ્ટ્રીટલાઇટ બંધ હોવા છતાં જૂની ટેકનોલોજીનો ઉપયોગ અને લાયકાતમાં ફેરફાર કરાયા છે. કોંગ્રેસે ટેન્ડર રદ કરવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રૂ. 400 કરોડના સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટમાં રૂ.100 કરોડનું કૌભાંડ! ટેન્ડર રદ કરવાની વિપક્ષની માગ

Ahmedabad Street Light Tender Scam : અમદાવાદ શહેરમાં આશરે 2.22 લાખ સ્ટ્રીટલાઇટ પોલના પાંચ વર્ષના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે બહાર પાડવામાં આવેલા 400 કરોડ રૂપિયાના ટેન્ડરને લઈને વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના કાઉન્સિલર નિરવ બક્ષીએ આ ટેન્ડરમાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાના કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. તેમના આક્ષેપ મુજબ, ચોક્કસ એજન્સીને કામ મળે તે માટે ટેન્ડરની શરતોમાં વારંવાર ફેરફાર કરવામાં આવ્યા છે અને આ ટેન્ડર છઠ્ઠી વખત બહાર પાડવામાં આવ્યું છે.

70થી 80 માર્ગો પર સ્ટ્રીટલાઇટની સમસ્યા હોવાનો આક્ષેપ
અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ શહેરમાં સ્ટ્રીટલાઇટને લગતી ફરિયાદો વધી રહી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. નિરવ બક્ષીના જણાવ્યા મુજબ, શહેરના 70થી 80 માર્ગો પર લાંબા સમયથી અંધારપટની સ્થિતિ છે. એક તરફ નાગરિકો સ્ટ્રીટલાઇટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ તેના સંચાલન અને જાળવણી માટેના કરોડો રૂપિયાના ટેન્ડરની પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. બક્ષીએ આક્ષેપ કર્યો કે બજારમાં આધુનિક ટેકનોલોજી ધરાવતી અનેક એજન્સીઓ ઉપલબ્ધ છે, પરંતુ ટેન્ડરની શરતો એવી રીતે બદલવામાં આવી છે કે આ એજન્સીઓ ભાગ ન લઈ શકે અને ચોક્કસ એજન્સીને કામ મળે. તેમણે સમગ્ર ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની માંગ કરી છે.

image.png

ટેન્ડરની શરતો સામે કોંગ્રેસે કયા સવાલો ઉઠાવ્યા?

  1. જૂની ટેકનોલોજીનો ઉપયોગ: બક્ષીના જણાવ્યા મુજબ, ટેન્ડરમાં દર્શાવાયેલી RF કમ્યુનિકેશન ટેકનોલોજી જૂની છે. તેની સામે LoRaWAN અને LPWAN જેવી આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેના દ્વારા સ્ટ્રીટલાઇટ ઉપરાંત પાણી, પાર્કિંગ અને ગેસ વિતરણ જેવી સેવાઓને પણ સ્માર્ટ નેટવર્ક સાથે જોડી શકાય છે.
  2. લાઇટના પ્રકારનું વિભાજન: ટેન્ડરમાં સ્ટ્રીટલાઇટ અને ડેકોરેટિવ અથવા પોસ્ટ-ટોપ લાઇટનું અલગ વિભાજન કરવામાં આવ્યું છે. આ વિભાજન પાછળનું સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ છે.
  3. લાયકાતના માપદંડ સામે સવાલ: કોંગ્રેસના આક્ષેપ મુજબ, ટેન્ડરમાં બે લાખ કંટ્રોલર્સના અમલીકરણનો અનુભવ દર્શાવવાની જોગવાઈ છે, જ્યારે આ ટેન્ડરમાં 30 હજાર કંટ્રોલર્સનો ઉલ્લેખ છે. આ માપદંડ ચોક્કસ એજન્સીને અનુકૂળ આવે તે રીતે નક્કી કરાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
  4. કન્સલ્ટન્ટની પસંદગી: મોટા ખર્ચના પ્રોજેક્ટમાં કન્સલ્ટન્ટની લાયકાત, અનુભવ, પૃષ્ઠભૂમિ અને કામ કરવાની ક્ષમતા અંગે સ્પષ્ટ વિગતો હોવી જોઈએ, પરંતુ આ બાબતોનો પૂરતો ઉલ્લેખ ન હોવાનો દાવો કરાયો છે.
  5. નવા નેટવર્ક પાછળ 25 કરોડ રૂપિયાનો ખર્ચ: શહેરવ્યાપી નવા કમ્યુનિકેશન નેટવર્ક માટે 25 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવાયો હોવાનો આક્ષેપ છે. ખાનગી ટેલિકોમ કંપનીઓનાં નેટવર્ક ઉપલબ્ધ હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તેનો ઉપયોગ કેમ નથી કરતું, તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો છે.
image.png