Ahmedabad

અમદાવાદ: જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલાં પોલીસે સાંકડી ગલીઓમાં EV બાઇક દ્વારા પેટ્રોલિંગ કર્યું

By GS Team
30 Jun 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે JCP, DCP સહિતના ઉચ્ચ અધિકારીઓએ EV બાઇક દ્વારા રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કર્યું. સંવેદનશીલ વિસ્તારો અને કોટ વિસ્તારની સાંકડી ગલીઓમાં EV બાઇક પોલીસ માટે 'ઢાલ' બનશે. શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવાય તે માટે સુરક્ષાને લોખંડી બનાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલાં પોલીસે સાંકડી ગલીઓમાં EV બાઇક દ્વારા પેટ્રોલિંગ કર્યું

Ahmedabad 149th Rath Yatra: અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) બાઇક દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું છે. આ રૂટ પેટ્રોલિંગમાં જેસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. ઉચ્ચ અધિકારીઓએ જાતે સમગ્ર રથયાત્રાના રૂટ પર ફરીને સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

સાંકડી ગલીઓમાં EV બાઇક બનશે પોલીસની 'ઢાલ'

રથયાત્રાના પાવન અવસરે ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. આ દરમિયાન કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ વિશેષ કવાયત કરવામાં આવી રહી છે. કોટ વિસ્તારની સાંકડી ગલીઓમાં મોટા વાહનો જઇ શકતા નથી, જેથી આધુનિક EV બાઇકના ઉપયોગથી પોલીસ આ સાંકડી ગલીઓમાં પણ સરળતાથી પહોંચી શકશે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ આ બાઇક્સ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને ચાંપતી નજર રાખી રહી છે.

પોલીસ અધિકારીઓની આ પ્રત્યક્ષ સમીક્ષા અને સતત પેટ્રોલિંગથી રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને લોખંડી અને વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવી શકાય.