Ahmedabad

કલોલ રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે 5 ટ્રેનો રદ, 1 આંશિક રદ, અમદાવાદ-પાલનપુર રૂટ પર ચાલે છે કામગીરી

By GS Team
26 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદ-પાલનપુર રેલખંડ પર કલોલ સ્ટેશન નજીક રોડ ઓવરબ્રિજ (ROB) ના નિર્માણ કાર્યને કારણે, રેલવે દ્વારા ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથ ધરાશે. આથી, 26 થી 28 ઓક્ટોબર દરમિયાન કેટલીક પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. સાબરમતી-કટોસણ મેમુ, ગાંધીનગર-વરેઠા મેમુ અને પાટણ-સાબરમતી ડેમુ સહિતની ટ્રેનો પ્રભાવિત થશે. વલસાડ-વડનગર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિનંતી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલોલ રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે 5 ટ્રેનો રદ, 1 આંશિક રદ, અમદાવાદ-પાલનપુર રૂટ પર ચાલે છે કામગીરી
પ્રતિકાત્મક તસવીર

Kalol Railway Overbridge Work Trains Cancelled: અમદાવાદ–પાલનપુર રેલખંડ પર કલોલ સ્ટેશન નજીક રેલવે ક્રોસિંગ નંબર 232 પર રોડ ઓવરબ્રિજ(ROB) બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ બ્રિજના નિર્માણ માટે રેલવેના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. તેના કારણે 26થી 28 ઑક્ટોબર દરમિયાન કેટલીક પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે એક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. આ ફેરફારથી અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડનગર અને પાટણ તરફ અવરજવર કરતા પેસેન્જરોને અસર થશે.

આ ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે

  • સાબરમતી–કટોસણ રોડ મેમુ (69249): 26 ઑક્ટોબરે રદ રહેશે.
  • કટોસણ રોડ–સાબરમતી મેમુ (69250): 27 ઑક્ટોબરે રદ રહેશે.
  • ગાંધીનગર કેપિટલ–વરેઠા મેમુ (69207): 26 અને 27 ઑક્ટોબરે રદ રહેશે.
  • વરેઠા–ગાંધીનગર કેપિટલ મેમુ (69208): 27 અને 28 ઑક્ટોબરે રદ રહેશે.
  • પાટણ–સાબરમતી–પાટણ ડેમુ (79434/79435): 27 ઑક્ટોબરે રદ રહેશે.

વલસાડ–વડનગર એક્સપ્રેસ આંશિક રદ

ટ્રેન નંબર 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ એક્સપ્રેસ 27 ઑક્ટોબરે ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આથી આ દિવસે આ રૂટ પર મુસાફરી કરવાનું આયોજન કરતા પેસેન્જરોએ ટ્રેનના સંચાલનમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવું પડશે.