અમદાવાદ: કૃષ્ણનગરમાં રૂ. 45.25 લાખના હાઇબ્રીડ ગાંજા અને રોકડ સાથે એક આરોપી ઝડપાયો, SOGની કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Krishnanagar Hybrid Ganja Raid: અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ ટીમે સ્થળ પરથી રૂ. 23,52,500ની કિંમતનો 672 ગ્રામ હાઇબ્રીડ ગાંજો અને મોટી રકમની રોકડ જપ્ત કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
છૂટક મજૂરી કામ કરતો હતો આરોપી
આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 25 વર્ષીય રાહુલ પ્રદીપભાઈ સદાશિવરાવ ગાડે નામના શખ્સને ગેરકાયદે હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. પકડાયેલો આરોપી મકાનમાં રહીને છૂટક મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

ચોક્કસ બાતમીને આધારે કાર્યવાહી
પોલીસને ગત 14 ઓગસ્ટના રોજ ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે કૃષ્ણનગરમાં શિવમ સ્કૂલની સામે આવેલી જય રઘુનાથ સોસાયટીના મકાન નંબર 28/1માં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ઘરમાંથી વગર પાસ-પરમિટનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.
કુલ રૂ. 45,25,500નો મુદ્દામાલ જપ્ત
તપાસ દરમિયાન પોલીસે રૂ. 23,52,500ની કિંમતનો 672 ગ્રામ હાઇબ્રીડ ગાંજો અને રૂ. 20,98,500ની રોકડ રકમ સહિત અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. 45,25,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.









