અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અપડેટ: દેશની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવા BEMLને 5400 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad-Mumbai Bullet Train: ભારતના પહેલા અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલવે (MAHSR) કોરિડોર માટે જાહેર ક્ષેત્રની અગ્રણી એન્જિનિયરિંગ કંપની BEML લિમિટેડે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) પાસેથી 5,400 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનો મોટો ઓર્ડર મેળવ્યો છે. NHSRCL દ્વારા BEMLને હાઈ-સ્પીડ રોલિંગ સ્ટોક (ટ્રેન)ની સપ્લાય, જાળવણી અને સંલગ્ન કાર્યોની જવાબદારી સોંપવામાં આવી છે. આ કરાર ભારતીય રેલવે ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદન (મેક ઇન ઇન્ડિયા) અને અદ્યતન એન્જિનિયરિંગ ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જવામાં એક ઐતિહાસિક સિદ્ધિ સાબિત થશે.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન:
તાજેતરમાં અમદાવાદ અને વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે, 'હાઈ સ્પીડ (બુલેટ ટ્રેન) માટેનો પહેલો કોચ તૈયાર થઈ ગયો છે અને હાલ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. મે-જૂન સુધીમાં આ કોચનું ટ્રાયલ રન પણ શરૂ કરી દેવામાં આવશે.'
પ્રોજેક્ટ અને ઓર્ડરના મુખ્ય મુદ્દાઓ:
•પહેલા સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ: BEML બેંગલુરુ ખાતે આવેલા હાઈ-સ્પીડ રેલ કોમ્પ્લેક્સ’માં ભારતની સૌપ્રથમ સ્વદેશી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનું નિર્માણ કરી રહ્યું છે.
•280 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ ક્ષમતા: આ હાઈ-સ્પીડ ટ્રેનની મહત્તમ ટેસ્ટિંગ સ્પીડ 280 કિ.મી. પ્રતિ કલાક અને નિયમિત ઓપરેશનલ સ્પીડ ક્ષમતા 250 કિમી પ્રતિ કલાકથી વધુ રહેશે.
ટ્રાયલ રન અને પહેલા સેક્શનની શરૂઆત
મે-જૂન મહિનામાં ટ્રેનનું ટ્રાયલ રન શરૂ થવાની અપેક્ષા છે, જ્યારે ગુજરાતમાં સુરત અને વાપી વચ્ચેનો પ્રથમ ખંડ ઓગસ્ટ 2027 સુધીમાં મુસાફરો માટે શરૂ થઈ શકે છે.
ત્રણ સ્થળોએ આધુનિક રોલિંગ સ્ટોક ડેપો
બુલેટ ટ્રેનોના સુચારુ સંચાલન અને નિયમિત મેન્ટેનન્સ માટે ગુજરાતમાં સુરત અને સાબરમતી તેમજ મહારાષ્ટ્રમાં થાણે ખાતે અત્યાધુનિક ડેપો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
5,400 કરોડના ઓર્ડર અને કામગીરી:
•સપ્લાય અને મેન્ટેનન્સ: 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ કોરિડોર માટે જરૂરી હાઈ-સ્પીડ રોલિંગ સ્ટોકની સપ્લાય અને ભવિષ્યની જાળવણીની સંપૂર્ણ જવાબદારી BEML સંભાળશે.
•આધુનિક ટેક્નોલોજી ઇન્ટિગ્રેશન: હાઈ-સ્પીડ મુસાફરી માટે જરૂરી અદ્યતન સલામતી, નિયંત્રણ અને સિગ્નલિંગ સિસ્ટમ્સ સાથે આ ટ્રેનો સજ્જ હશે.
•સ્વદેશી ઇજનેરી ક્ષમતા: આ પ્રોજેક્ટથી હાઈ-સ્પીડ રેલ ટેક્નોલોજીમાં વિદેશી નિર્ભરતા ઘટશે અને ભારતીય રેલવે ઇકોસિસ્ટમ વધુ સક્ષમ બનશે.
મેટ્રો કોચ અને રેલવે સાધનોના નિર્માણમાં દાયકાઓનો અનુભવ ધરાવતી BEML ની આ ભાગીદારીથી દેશમાં ઝડપી, સુરક્ષિત અને કાર્યક્ષમ મુસાફરીનો નવો અધ્યાય શરૂ થશે અને ભારત વૈશ્વિક સ્તરે હાઈ-સ્પીડ ટ્રેન ઉત્પાદક દેશોની હરોળમાં મજબૂત સ્થાન મેળવશે.




