Ahmedabad

અમદાવાદ: પાલડીમાં સ્પા સેન્ટરમાં ભીષણ આગ, ધુમાડા વચ્ચે ફસાયેલા 4 લોકોનું સફળ રેસ્ક્યૂ

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના પાલડીમાં કોચરબ આશ્રમ નજીક કોઠાવાલા ફ્લેટ પાસેના સ્પા સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 7-8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્પામાં ફસાયેલા 3 મહિલા અને 1 પુરુષ સહિત કુલ 4 લોકોને ફાયર ટીમે સુરક્ષિત બહાર કાઢી મોટી દુર્ઘટના ટાળી હતી. આગ લાગવાનું કારણ અસ્પષ્ટ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પાલડીમાં સ્પા સેન્ટરમાં ભીષણ આગ, ધુમાડા વચ્ચે ફસાયેલા 4 લોકોનું સફળ રેસ્ક્યૂ

Ahmedabad Fire News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ પાસે કોઠાવાલા ફ્લેટ નજીક આવેલા સ્પા સેન્ટરમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવની કામગીરી હાથ ધરીને સ્પામાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ફાયર વિભાગ.jpg

4 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યું

મળતી માહિતી અનુસાર, સ્પા સેન્ટરમાં આગ લાગતાં જ અંદર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના કારણે અંદર હાજર લોકો ફસાઈ ગયા હતા. ઘટના સમયે સ્પામાં 4 લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર ટીમે અંદર ફસાયેલી 3 મહિલાઓ અને 1 પુરુષ મળીને કુલ ચાર લોકોને સલામત રીતે બહાર કાઢી મોટી દુર્ઘટના ટાળી હતી.

આગની ઘટના.jpg

ઘટનાસ્થળે ફાયર વિભાગની 7થી 8 જેટલી ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની તથા કૂલિંગ કામગીરી હાથ ધરી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી.