Ahmedabad

અમદાવાદ: વીજ વાયર ચોરતી ગેંગનો પર્દાફાશ, લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 6 શખસો ઝડપાયા

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે વીજવાયર ચોરી કરતી રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડી, તેમની પાસેથી 6.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ UGVCLના 11 KV લાઈનના વાયર ચોરતી હતી. નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે તેમને દબોચી લીધા હતા. કોઠ અને ધોલેરા પોલીસ સ્ટેશનના 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વીજ વાયર ચોરતી ગેંગનો પર્દાફાશ, લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 6 શખસો ઝડપાયા

Ahmedabad Power Wire Theft: અમદાવાદ ગ્રામ્ય એલસીબી (LCB) પોલીસને મોટો સપાટો બોલાવતાં સફળતા સાંપડી છે. યુજીવીસીએલ (UGVCL)ના વીજ થાંભલાઓ પરથી 11 KV લાઈનના કિંમતી વાયરની ચોરી આચરતી રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 6.50 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાતમીના આધારે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ઝડપાયા

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વીજ વાયર ચોરીના બનાવો સતત વધી રહ્યા હતા. જેને પગલે LCBની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી. નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ રીતે ફરી રહેલા 6 શખસોને અટકાવીને પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યા હતા અને વાયર ચોરીની વિગતો કબૂલી હતી.

પોલીસે આ ગેંગને ઝડપીને કોઠ અને ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વીજ વાયર ચોરીના 3 ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 1080 મીટર એલ્યુમિનિયમ વાયર સહિત કુલ 6.50,127 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગ્રામ્ય LCB એ તમામ આરોપીઓ વિરૂદ્ધ આગળની ગુનાઈત તપાસ હાથ ધરી છે.