Ahmedabad

અમદાવાદ: ધંધુકા નજીક વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, કાર અને 192 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ધંધુકા પોલીસે બાતમીના આધારે તગડી ગામ પાસે રેલવે ફાટક નજીકથી સાકીરહુસેન ઉર્ફે ભાણો મેમણની સ્વિફ્ટ કારમાંથી 192 દારૂની બોટલો જપ્ત કરી. પોલીસે દારૂ, મોબાઈલ અને કાર સહિત કુલ 3,13,912 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ:  ધંધુકા નજીક વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, કાર અને 192 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ

Ahmedabad Dhandhuka Liquor Seizure: અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીકથી વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે, જેમાં 192 દારૂની બોટલો, કાર અને મોબાઇલ ફોન સહિતનો 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાતમીના આધારે કાર્યવાહી

અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે ધંધુકાના નશીબ સોસાયટી વિસ્તારમાં રહેતો સાકીરહુસેન ઉર્ફે ભાણો આરિફભાઈ મેમણ પોતાની કાળા રંગની સ્વિફ્ટ કાર (નંબર GJ-38-BF-9838)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને બરવાળા તરફથી ધંધુકા તરફ આવી રહ્યો છે.

કારની પાછળની સીટમાં રાખેલાં પૂંઠાના બોક્સમાંથી 192 દારૂની બોટલો મળી

આ બાતમીના આધારે પોલીસે તગડી ગામ પાસે આવેલા રેલવે ફાટક નજીક ગોઠવેલી વોચ દરમિયાન શંકાસ્પદ કારને અટકાવીને તપાસ કરી હતી. કારની પાછળની સીટમાં રાખેલાં પૂંઠાના બોક્સમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી 192 બોટલો મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 1,08,912 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, 5,000 રૂપિયાનો એક મોબાઇલ ફોન અને 2,00,000 રૂપિયાની કિંમતની સ્વિફ્ટ કાર મળીને કુલ 3,13,912 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે આરોપી સાકીરહુસેન ઉર્ફે ભાણો આરિફભાઈ મેમણ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે,