Ahmedabad

અમદાવાદ: વટવામાં નવરાત્રિનો મંડપ બાંધવા બાબતે માથાકૂટ: સગીર પર હુમલો કરી રિક્ષામાંથી તલવાર લહેરાવી રોફ જમાવ્યો

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વટવા રાધે ઓમ સિટીમાં નવરાત્રિ મંડપ બાંધવા મુદ્દે રવિવારે બપોરે સુમીત મરાઠી નામના યુવકે 17 વર્ષીય સગીરને માર માર્યો હતો. રાત્રે ફરી સગીરના મિત્ર પર લાકડાના દંડાથી હુમલો કરી, રિક્ષામાં તલવાર લહેરાવી ભયનો માહોલ સર્જ્યો હતો. વટવા પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ:  વટવામાં નવરાત્રિનો મંડપ બાંધવા બાબતે માથાકૂટ: સગીર પર હુમલો કરી રિક્ષામાંથી તલવાર લહેરાવી રોફ જમાવ્યો

Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા રાધે ઓમ સીટી ખાતે રવિવારે (11મી ઓક્ટોબર) બપોરે નવરાત્રિ મહોત્સવ માટે મંડપ બાંધવાની કામગીરી દરમિયાન બોલાચાલી થતાં સ્થાનિક યુવકે 17 વર્ષીય સગીર સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ રાત્રિના સુમારે ફરીથી આવી સગીરના મિત્ર પર લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો અને રિક્ષામાં તલવાર લહેરાવી ભયનો માહોલ ઊભો કર્યો હતો. સમગ્ર મામલે વટવા પોલીસે 4 વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
​
જાણો શું છે સમગ્ર મામલો

વટવા રોપડા ચાર રસ્તા પાસે રાધે ઓમ સીટીમાં રહેતા 45 વર્ષીય ગોવિંદ રામકુમાર પાંડેનો 17 વર્ષીય સગીર પુત્ર સોસાયટીના અન્ય રહીશો સાથે નવરાત્રિનો મંડપ બાંધી રહ્યો હતો. આ દરમિયાન તે જ સોસાયટીમાં રહેતો સુમીત મરાઠી ત્યાં આવી સગીરને જેમતેમ બોલી અપમાન કરવા લાગ્યો હતો. સગીરે બોલવાની ના પાડતાં મામલો બિચક્યો હતો. ગોવિંદ નીચે આવતાં સુમીત ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ થોડીવારમાં પરત આવી સગીરને ગડદાપાટુનો માર માર્યો હતો.

સ્થાનિકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. દરમિયાન, રાત્રે આઠ વાગ્યાની આસપાસ ફરી મંડપ બાંધવાની કામગીરી ચાલતી હતી ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આ દરમિયાન સુમીત મરાઠીએ આવી સગીરના મિત્ર રુદ્ર રાજપૂતને પીઠના ભાગે લાકડાના ડંડાનો ફટકો માર્યો હતો. ત્યારબાદ સુમીત અને તેના ત્રણેક અજાણ્યા મિત્રો રિક્ષા લઈને આવ્યા હતા અને સોસાયટી આગળ જાહેરમાં તલવાર બતાવી રોફ જમાવી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતાં વટવા પોલીસે ચાર વ્યક્તિ સામે નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.