અમદાવાદ: આયોજનના અભાવે પકવાન ચાર રસ્તા ખાતે 'કેપ્સ્યુલ સિસ્ટમ' 7 થી 10 દિવસ પૂરતી મોકૂફ, 12 કલાકમાં જ તંત્રનો 'યુ-ટર્ન'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Pakwan Crossroads Capsule Traffic System: અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે (SG Highway) પર ટ્રાફિક જામની સમસ્યાનું સમાધાન લાવવા માટે લગાવવામાં આવેલી કેપ્સ્યુલ સિસ્ટમ હંગામી ધોરણે હટાવી લેવામાં આવી છે. AMC અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે આ કેપ્સ્યુલ સિસ્ટમ શરૂ કર્યાને હજુ 12 કલાકમાં જ તેને હાલ પૂરતું મોકૂફ નિર્ણય લેવાયો છે.

ફરીથી એનાલિસિસ કરીશું અને પછી ચાલુ કરીશું : ટ્રાફિક DCP
આ અંગે ટ્રાફિક DCP નરેશ કંઝારીયાએ જણાવ્યું કે, અમે અત્યારે પકવાન ક્રોસ રોડ ખાતે કેપ્સુલ ખોલી નાખ્યું છે, કારણ કે સાંજે સીએમનો કાર્યક્રમ હોવાથી ટ્રાફિક વધારે થઈ ગયો હતો. શરૂઆતમાં લોકોને આદત ન હોય ત્યાં સુધી 2થી 3 દિવસ થોડું અઘરું પડે છે. એટલે હાલ પૂરતું ખોલીને અમે ફરીથી એનાલિસિસ કરીશું અને પછી ચાલુ કરીશું. ખાસ કરીને ત્યાં ડામર રોડ ન હોવાથી બંને બાજુનું સર્ક્યુલર થોડું ધીમું ચાલે છે, એટલે એ બધું બરાબર થઈ જાય પછી જ અમે આગળ કરીશું. આ બધું વ્યવસ્થિત થવામાં હજુ આશરે 1 અઠવાડિયાથી 10 દિવસ જેટલો સમય લાગશે.
12 કલાકમાં જ તંત્રનો યુ-ટર્ન
પકવાન ચાર રસ્તા પર કેપ્સ્યુલ સિસ્ટમ મુદ્દે તંત્રમાં આયોજન અભાવ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તંત્ર દ્વારા પિક-અવર્સમાં ટ્રાફિક અવરજવરની સંપૂર્ણ સ્થિતિ જાણ્યા વિના જ અહીં કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. બાદમાં અમલના 12 જ કલાકમાં તંત્રને ભાન પડ્યું કે ડામર રોડ અને અન્ય જરૂરી સુવિધાઓ ન હોવાના કારણે ટ્રાફિકનું નિરાકરણ લાવવાની જગ્યાએ ટ્રાફિકની જૂની રામાયણ યથાવત રહી હતી. જેથી જાગ્યા ત્યારથી સવારની કહેવત લાગુ કરી તંત્રએ યુ-ટર્નનો નિર્ણય લીધો છે. ટ્રાફિક ડીસીપીના જણાવ્યા મુજબ, ફરીથી એનાલિસિસ કર્યા બાદ આ સિસ્ટમ ફરી ચાલુ કરવામાં આવશે. તેમણે અહીં વીવીઆઈપી મુવમેન્ટ અને ડામર રોડના અભાવના કારણે સર્ક્યુલરમાં અડચણ આવી હોવાનું પણ જણાવ્યું છે.




