Ahmedabad

અમદાવાદ: ઓઢવમાં સિંગરવા જીઆઇડીસી પાસે પ્લોટની ગટરમાંથી મૃત ભ્રૂણ મળી આવ્યું, પોલીસે તપાસ શરૂ કરી

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવ સિંગરવા વિસ્તારમાં ગુજરાત વેપારી મહામંડળ નજીક પ્લોટની ગટર સફાઈ દરમિયાન 5-6 માસનું મૃત ભ્રૂણ મળ્યું. કોઈ અજાણી વ્યક્તિએ બાળકીનો જન્મ છુપાવવા ગટરમાં ફેંકી દીધું હોવાનું સામે આવ્યું છે. ઓઢવ પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ઓઢવમાં સિંગરવા જીઆઇડીસી પાસે પ્લોટની ગટરમાંથી મૃત ભ્રૂણ મળી આવ્યું, પોલીસે તપાસ શરૂ કરી

Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સિંગરવા સ્થિત ગુજરાત વેપારી મહામંડળ પાસે આવેલા પ્લોટની ગટરમાંથી સફાઈ કામ દરમિયાન 5થી 6 માસનું મૃત ભ્રૂણ મળી આવ્યું છે. કોઈ અજાણી વ્યક્તિએ બાળકીનો જન્મ છુપાવવાના ઈરાદે તેને ગટરમાં ફેંકી દીધી હોવાની વિગતો સામે આવતાં ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સફાઈ દરમિયાન ગટરમાંથી મળ્યું મૃત ભ્રૂણ

​ઓઢવ સિંગરવા ખાતે આવેલ ગુજરાત વેપારી મહામંડળની ઓફિસમાં એડમિન તરીકે ફરજ બજાવતા સંજયપટેલ 11 ઓક્ટોબરે બપોરે ઓફિસ પાસે હાજર હતા. આ દરમિયાન સંસ્થાના પ્રમુખ ભુપેન્દ્ર પારેખે તેને ફોન કરીને જાણ કરી હતી કે પ્લોટની બાજુમાં ગટરની સાફ-સફાઈ ચાલી રહી છે, ત્યારે અંદરથી એક મૃત હાલતમાં નવજાત ભ્રૂણ મળી આવ્યું છે. સંજયે સ્થળ પર જઈને જોતાં ગટરમાં 5થી 6 માસનું ભ્રૂણ પડેલું જોવા મળ્યું હતું. આ અંગે તેણે તાત્કાલિક ઓઢવ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કોઈ અજાણી વ્યક્તિએ બાળકીના જન્મની વિગત છુપાવવાના ઈરાદે, જન્મ પૂર્વે કે જન્મ બાદ તરત જ મૃત્યુ પામેલા ભ્રૂણને ગટરમાં ફેંકી દીધું હતું. પોલીસે આ મામલે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.