Ahmedabad

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: કાલુપુર સ્ટેશનના પ્લેટફોર્મ 9થી 12 ઓક્ટોબરમાં શરૂ થવાની શક્યતા

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે બંધ કરાયેલા પ્લેટફોર્મ નંબર 9-10 અને 11-12 ટૂંક સમયમાં ફરી શરૂ થશે. નવા ટ્રેક નાખવાનું કામ લગભગ પૂરું થયું છે. સિગ્નલ, ઇલેક્ટ્રિફિકેશન, અને પ્લેટફોર્મ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ઓક્ટોબરમાં આ ચાર પ્લેટફોર્મ શરૂ થવાની શક્યતા છે. ત્યારબાદ, પ્લેટફોર્મ 4થી 7 પર રિડેવલપમેન્ટનું કામ શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: કાલુપુર સ્ટેશનના પ્લેટફોર્મ 9થી 12 ઓક્ટોબરમાં શરૂ થવાની શક્યતા

Ahmedabad Railway Station: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે બંધ કરાયેલા પ્લેટફોર્મ નંબર 9-10 અને 11-12 ટૂંક સમયમાં ફરી શરૂ કરાશે. સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પ્લેટફોર્મ નંબર 9થી 12 શરૂ કરવા માટે હાલ નવા ટ્રેક નાખવાની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં સિગ્નલ, ઈલેકટ્રીફિકેશન, પ્લેટફોર્મ ડેવલોપ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે અને ઓક્ટોબરમાં શરૂ થાય તેવી શક્યતા છે. અગાઉ આ પ્લેટફોર્મ એપ્રિલમાં શરૂ કરવાની વાત હતી, ત્યારબાદ ઓગસ્ટમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ટેક્નિકલ કારણોસર કામગીરીમાં વિલંબ થતાં હવે ચારેય પ્લેટફોર્મ ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવશે, તેમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

પ્લેટફોર્મ 9થી 12 શરૂ થયા બાદ રેલવે દ્વારા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4થી 7 પર બ્લોક લેવામાં આવશે. આ દરમિયાન આ ચાર પ્લેટફોર્મ પર સ્ટેશન રિડેવલપમેન્ટની મુખ્ય કામગીરી શરૂ કરવામાં આવશે. પ્લેટફોર્મ 9થી 12નો ઉપયોગ શરૂ થતાં ટ્રેનોના સંચાલનમાં જરૂરી ફેરફાર કરીને 4થી 7 પર રિડેવલોપમેન્ટની કામગિરી કરવા માટે જગ્યા ઉપલબ્ધ થશે.

એપ્રિલથી ઓગસ્ટ અને હવે ઓક્ટોબર

પ્લેટફોર્મ 9થી 12 શરૂ કરવાની કામગીરી અગાઉ એપ્રિલમાં શરૂ કરવાની હતી. ત્યારબાદ સમયમર્યાદા વધારી ઓગસ્ટમાં પ્લેટફોર્મ શરૂ કરવાની વાત કરાઈ હતી. ટેક્નિકલ કારણોસર ફરી વિલંબ થયો. હવે ઓક્ટોબરમાં ચારેય પ્લેટફોર્મ શરૂ કરવાનો રેલવેનો લક્ષ્યાંક છે.

9થી 12 શરૂ થયા બાદ 4થી 7 પર કામ

રેલવે અધિકારીના જણાવ્યા મુજબ, પ્લેટફોર્મ 9થી 12 શરૂ થયા બાદ પ્લેટફોર્મ 4થી 7 પર બ્લોક લઈ રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાશે. એટલે કે નવા પ્લેટફોર્મ શરૂ થયા બાદ જૂના પ્લેટફોર્મ પર તબક્કાવાર કામ આગળ વધશે. આ કામગીરી કાલુપુર સ્ટેશનના સમગ્ર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો મહત્વનો તબક્કો રહેશે.